સામાન્ય રીતે કોઈપણ નગરપાલિકા શહેરીજનો પાસેથી જે ટેક્સ ઉઘરાવે છે તેના વ્યાજ સહિત પરત આપવાનું કામ કરે છે.નગરપાલિકા હાલમાં ટેક્સ લેવામાં ક્યાંક ઉડી હોય તેવો ઘટ સર્જાયો છે. છેલ્લા બે વર્ષમાં ૬૦ ટકાથી વધુનો ટેક્સ ન મેળવી શકવા ના પગલે હાલમાં પાલિકાની સ્થિતિ ડામાડોળ છે. પાલિકા શહેરીજનો પાસેથી ચાર કરોડથી વધુનો ટેક્સ વસૂલી શકતી નથી જેના પગલે હવે પાણીના કનેકશન કાપવાની તજવીજ હાથ ધરાઇ છે. જોકે આવા પગલાં સમય સંજોગ પ્રમાણે વહેલા લેવા હોત તો આવી સ્થિતિ ન આવત જોકે હાલમાં પાલિકા તંત્રે આ મુદ્દે ગંભીરતાથી વિચારવાનું શરૂ કર્યું હોય તેમ વિવિધ વોર્ડમાં એનકેન પ્રકારે નગરપાલિકાનો ટેક્સ ભરવાનું શરૂ કર્યું છે.
સાબરકાંઠા જિલ્લાની હીરા નગરપાલિકામાં લોકો દ્વારા ટેક્સના ભરતા પાણીના કનેક્શન કાપ્યા - હીરા નગરપાલિકા
સાબરકાંઠા:જિલ્લાની હીરા નગરપાલિકામાં છેલ્લા બે વર્ષથી નહિંવત કર લેવાને પગલે કરોડોના દેવામાં ગરકાવ થઇ છે. હાલમાં ઈડર નગરપાલિકા ઇડરના શહેરીજનો પાસેથી ચાર કરોડથી વધુનો ટેક્સ વસૂલ કરવાનો બાકી છે જેના પગલે આગામી સમયમાં શહેરીજનો માટે કોઈ ઠોસ નિર્ણય લેવાય તો નવાઈ નહીં.
જો કે ચાર કરોડ જેટલી મોટી રકમ કેટલા સમયમાં ઉઘરાવી શકે એ તો સમય બતાવી શકશે પરંતુ આગામી સમયમાં શહેરીજનો પાલિકાનો ટેક્સ ન આપે તો આ મુદ્દે પાલિકા આકરાપાણીએ નજરમાં આવી છે આગામી સમયમાં ટેક્સના આપનારા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરી પોલીસ કેસ કરવા સુધીની પણ તજવીજ હાથ ધરવાનું સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું છે. ત્યારે જોવું એ રહે છે કે સ્થાનિક અધિકારીઓ સહિત પાલિકાના સત્તાધીશો ઇડરના શહેરીજનો સામે કેટલા પગલા ભરી શકે છે તેમજ ચાર કરોડથી વધુનો ટેક્સ કેટલા સમયમાં લઈને સ્થાનિક જનતાને સુવિધાઓ પૂરી કરવાનો પ્રયાસ હાથ ધરશે.