સાબરકાંઠા: સાબરકાંઠા જિલ્લો મોટેભાગે કપાસના વાવેતર માટે જાણીતો છે. જો કે, છેલ્લા કેટલાક વર્ષોથી કપાસના પાકમાં ગુલાબી ઈયળનો પ્રભાવને પગલે ગત વર્ષે હજારો ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો હતો.
સાબરકાંઠા જિલ્લામાં મગફળીના પાકમાં રેકોર્ડ બ્રેક ઉત્પાદનની સંભાવના - Peanut crops Production in sabarkantha district
સાબરકાંઠા જિલ્લામાં મગફળીનું સારૂં વાવેતર થયા બાદ આગામી સમયમાં મગફળીનું ઉત્પાદન રેકોર્ડબ્રેક બની રહે તેવો ઘાટ સર્જાયો છે. હાલમાં યોગ્ય વરસાદને પગલે જિલ્લામાં 40 હજાર હેક્ટરથી વધુ જમીનમાં મગફળીના પાકનું વાવેતર થયું છે. જેના પગલે આગામી સમયમાં ઉત્પાદન પણ મોટાપાયે થવાની સંભાવનાઓ છે.
સાબરકાંઠા જિલ્લામાં મગફળીના પાકમાં રેકોર્ડ બ્રેક ઉત્પાદનની સંભાવના
જો કે, હવે ખેડૂતો કપાસના બદલે મગફળીનો પાક વાવી રહ્યા છે. જે દિનપ્રતિદિન ખેડૂતો માટે નફાકારક સાબિત થઇ રહ્યો છે. જેના પગલે આ વર્ષે 40 હજાર હેક્ટરથી વધારેની જમીન પર માત્ર કપાસનું વાવેતર કરાયું છે. મોટાભાગે મગફળીનું વાવેતર વધારવા માટે રાજ્ય સરકાર દ્વારા મગફળીના ટેકાનો ભાવ જરૂરિયાત મુજબ નક્કી કરવામાં આવે છે. જે નુકસાનીનું કારણ ન બને તે મહત્વનું છે.