સાબરકાંઠા : સાબરકાંઠાના ઇડરમાં છેલ્લા 14 વર્ષથી બાળ ગોપાળ બચત બેંક ચાલી રહી છે. જે અંતર્ગત 16 કરોડથી વધારેની બચત સાથે હાલના તબક્કે 16 હજારથી વધારે બાળકો બાળ સભાસદો બન્યા છે. જેના પગલે સાબરકાંઠામાં બાળકો તેમજ વાલીઓને સન્માનિત કરવાના માટે કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે કેન્દ્રીય પશુપાલન પ્રધાન પુરુષોત્તમ રૂપાલા પણ હાજર રહ્યા હતા. કેન્દ્રીય પ્રધાન પુરુષોત્તમ રૂપાલાના હસ્તે બાળ સભાસદો સહિત વાલીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં બોલતા પુરષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, વર્ષો પહેલા કેન્દ્ર માંથી મોકલવામાં આવતો રૂપિયો છેવાડાના ગામ સુધી પહોંચતો પણ માત્ર 15 પૈસા બંધ રહેતો હતો.
બાળ ગોપાળ બચત બેંકમાં બાળકોએ 16 કરોડ રૂપિયા કર્યા ભેગા આ પણ વાંચો :Porbandar Yoga Utsav : ગાંધીની ધરતી પર યોગને લોકપ્રિય બનાવવા ભવ્ય આયોજન
"સહાય સરળતાથી ખેડૂતો સુધી પહોંચે છે" - રૂપાલાએ વધુમાં જણાવ્યું હતું, આજની તારીખે કેન્દ્ર માંથી મોકલવામાં આવેલો (Parshottam Rupala Visiting Sabarkantha) રૂપિયા સીધો ખેડૂતના ખાતામાં જમા થાય છે. સાથોસાથ મિઝોરમ સુધી પહોંચવું આજની તારીખે (Bal Gopal Savings Bank) પણ સામાન્ય માણસ માટે કઠીન કામકાજ છે, ત્યારે કેન્દ્ર દ્વારા કિસાન સન્માન નિધિમાં અપાતી સહાય તદ્દન સરળતાથી ખેડૂતો સુધી પહોંચી છે. જેના પગલે ગામડાના અર્થતંત્રમાં પણ સુધારો આવ્યો છે.
આ પણ વાંચો :ભારતની વિશ્વમાં અનેરી શાખ, લાભ લેવા ઉધોગકારોને અનુરોધ : પરષોત્તમ રૂપાલા
આ વિચાર ક્યાંથી ઉભો થયો - વધુમાં પુરૂષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, સાબરકાંઠાના ઇડર માંથી (Purushottam Rupala Program in Sabarkantha) ઉભો થયેલો બાળ બચત બેંકનો વિચાર ગ્રામીણ અર્થતંત્રને વેગવંતુ બનાવનારો બની રહે તેમ છે. આવી બાળ ગોપાળ બચત બેંકનો વિચાર ગુજરાત રાજ્ય સહિત રાષ્ટ્રીય ફલક ઉપર મહત્વનો બની રહ્યો છે. તેમજ ઈડર ખાતેથી શરૂ થયેલી બાળ ગોપાળ બચત બેંકનો વિચાર સમગ્ર રાજ્ય તેમજ રાષ્ટ્રીય કક્ષાએ પહોંચાડવો ખૂબ જરૂરી છે.