ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુજરાતની તમામ બેઠકો પર જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા સિંચાઇ પ્રધાન - election 2019

સાબરકાંઠા: એક તરફ દેશમાં લોકસભાની ચૂંટણીના પગલે દરેક રાજકીય પાર્ટી પોતપોતાના જીતના ઉમેદવારો નક્કી કરી રહી છે ત્યારે ગુજરાત સરકારના સિંચાઈ પ્રધાન પરબતભાઈ પટેલે ગુજરાતની તમામ લોકસભાની બેઠકોના જીતના વિશ્વાસ સાથે બનાસકાંઠામાં પણ પાર્ટીના આદેશને શિરોમાન્ય ગણવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

સિંચાઈ પ્રધાન પરબત પટેલે અફવાનો છેદ ઉડાડતા જીતવાનો આશાવાદ કર્યો વ્યક્ત

By

Published : Mar 23, 2019, 9:33 AM IST

Updated : Mar 23, 2019, 8:38 PM IST

લોકસભાની ચૂંટણી માટે દરેક ઉમેદવાર પોતપોતાના બાયોડેટા સાથે ગાંધીનગરથી દિલ્હીના ચક્કર લગાવે છે ત્યારે આજે સવારથી જ ગુજરાત સરકારના સિંચાઈ પ્રધાન પરબત પટેલને બનાસકાંઠાથી ભાજપના ઉમેદવાર તરીકે ફાયનલ કરાયાની અફવા વચ્ચે આજે સાબરકાંઠાના ઇડરના ચિત્રોડા ગામે તમામ અફવાઓ વચ્ચે ભાજપને ફાળે ગુજરાતની તમામ બેઠકો જીતવાનો આશાવાદવ્યક્તકર્યો હતો.

સિંચાઈ પ્રધાન પરબત પટેલે અફવાનો છેદ ઉડાડતા જીતવાનો આશાવાદ કર્યો વ્યક્ત

બનાસકાંઠાના ભાજપના ઉમેદવાર માટેની પસંદગી થવાના પગલે તેમણે જણાવ્યું હતું, કે લોકસભાના ઉમેદવાર તરીકે મારી કોઈ ઉમેદવારી જ નથી જો કે, આજદિન સુધી પાર્ટીએ જે આદેશ આપ્યો છે તે જ શિરોમાન્ય રાખ્યો છે તેમજ હાલમાં પણ પાર્ટી જે આદેશ આપે તે જ માન્ય હોવાની વાત કરી હતી. તેમજ બનાસકાંઠા સહીત સમગ્ર ગુજરાત વિકાસની રાજનીતિને આગળ વધારવા તૈયાર હોવાની વાત કરી હતી.

Last Updated : Mar 23, 2019, 8:38 PM IST

ABOUT THE AUTHOR

...view details