ગુજરાત

gujarat

ETV Bharat / state

સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસે કર્યો ચીનનો વિરોધ, ચાઇનીઝ વસ્તુ પર રોક લગાવવા સરકારને કરી માગ - Sabarkantha District Congress

ભારત ચીનની બોર્ડર પર ચીન દ્વારા સૈનિકો સાથે થયેલી અથડામણને પગલે 20 જવાનો શહીદ થયા છે. સાબરકાંઠા જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા ચીનનો વિરોધ કરી ચીજ વસ્તુઓ પર પ્રતિબંધ ફરમાવવામાં આવે અને ભારત સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે ઠોસ પગલાં ભરવાની માંગ કરવામાં આવી છે.

સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ દ્વારા ચીનનો વિરોધ,  તમામ ચીજ વસ્તુ પર રોક લગાવવા સરકારને કરી માગ
સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ દ્વારા ચીનનો વિરોધ, તમામ ચીજ વસ્તુ પર રોક લગાવવા સરકારને કરી માગ

By

Published : Jun 17, 2020, 7:18 PM IST

સાબરકાંઠાઃ ભારત ચીનની બોર્ડર પર ચીન દ્વારા સૈનિકો સાથે થયેલી અથડામણને પગલે 20 જવાનો શહીદ થતા આજે સાબરકાંઠા જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા ચીનનો નક્શો સળગાવી સુત્રો બોલી સ્થાનિક કક્ષાએ વિરોધ કરાયો હતો.

ભારત ચીન બોર્ડર પર શહીદ થયેલા ભારતીય સૈનિકોના માનમાં સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ દ્વારા ચીનનો નક્શો સળગાવી ચીનનો વિરોધ કરવામાં આવ્યો હતો. તેમજ દેશમાં ચીની વસ્તુ પર પ્રતિબંધ મૂકી અને શહીદ સૈનિકોને બદલો લેવામાં આવે ભારત સરકાર સામે તેવી માંગણી કરવામાં આવી હતી.


ભારત ચીન વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ઊભી થયેલી અશાંતિના પગલે અથડામણમાં ભારતના 20 જવાનો શહીદ થયા છે. જેના પગલે સમગ્ર ભારતમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે. જેમાં સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ દ્વારા ચીનનો નક્શો સળગાવવામાં આવ્યો હતો. તેમજ ચીન વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. સાથો સાથ ભારત દેશમાંથી ચીનની તમામ ચીજ વસ્તુઓ પર પ્રતિબંધ ફરમાવવામાં આવે અને ભારત સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે ઠોસ પગલાં ભરવાની માંગ કરવામાં આવી છે.

જો કે, ભારત તેમજ ચીન વચ્ચે ઉભી થયેલી પરિસ્થિતિ વચ્ચે જવાનોની સહીદી બેકાર ન જાય તે માટે સમગ્ર દેશમાં ચીન પ્રત્યે ભારે રોષ ફેલાયો છે. જો કે આ મામલે આગામી સમયમાં ભારત સરકાર દ્વારા કેવા અને કયા પગલાં લેવાશે તે સમય જ બતાવશે.

ABOUT THE AUTHOR

...view details