ગુજરાત

gujarat

ETV Bharat / state

સાબરકાંઠામાં ઓનલાઇન શિક્ષણના વાયદા ખોટા સાબિત, વનવાસી વિસ્તારમાં નેટવર્ક વિના ઓનલાઇન અશક્ય - સ્પેશિયલ સ્ટોરી

સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીને પગલે સૌથી વધુ ઘાતક અસર શિક્ષણ ઉપર થઈ છે. જોકે, ભારત સરકાર તેમજ ગુજરાત સરકાર દ્વારા આ મામલે કોરોનાની શરૂઆતથી આજદિન સુધી દરેક સ્કૂલમાં લોકડાઉનથી આજદિન સુધી શાળાઓ બંધ રહી છે. ત્યારે બાળકો સુધી શિક્ષણ પહોંચાડવા માટે ઓનલાઇનની શરૂઆત કરાઈ હતી. જોકે, સાબરકાંઠા જિલ્લાના વનવિસ્તારોમાં આજે પણ ઓનલાઇન શિક્ષણના નામે કોઈપણ પ્રકારની કાર્યવાહી થઈ શકી નથી.

સાબરકાંઠામાં ઓનલાઇન શિક્ષણના વાયદા ખોટા સાબિત, વનવાસી વિસ્તારમાં નેટવર્ક વિના ઓનલાઇન અશક્ય
સાબરકાંઠામાં ઓનલાઇન શિક્ષણના વાયદા ખોટા સાબિત, વનવાસી વિસ્તારમાં નેટવર્ક વિના ઓનલાઇન અશક્ય

By

Published : Dec 25, 2020, 12:52 PM IST

  • વનવાસી વિસ્તારોમાં મોબાઇલ નેટવર્ક ન હોવાથી ઓનલાઇન શિક્ષણ અશક્ય
  • મોબાઈલના સહારે શિક્ષણ આપવા ઓનલાઇનનો પ્રયાસ સંપૂર્ણ નિરર્થક
  • કોરોના મુક્ત વિસ્તારમાં શિક્ષણ ફરીથી શરૂ થાય તે માટે રજૂઆત

સાબરકાંઠા :કોરોના મહામારીને પગલે સમગ્ર વિશ્વ હાડમારી ભોગવી રહ્યું છે. ત્યારે ભારત સરકાર તેમજ ગુજરાત સરકાર દ્વારા છેલ્લા નવ માસથી તમામ સ્કૂલો બંધ છે. તેમજ બાળક સુધી શિક્ષણ પહોંચાડવા માટે ઓનલાઇન શિક્ષણ આપવાનો એક માત્ર રસ્તો અપનાવ્યો છે. જોકે, સાબરકાંઠાના વનવાસી વિસ્તારોમાં મોબાઇલ નેટવર્ક ન હોવાની સાથોસાથ સ્થાનિક લોકોની અક્ષમતાને પગલે ઓનલાઇન શિક્ષણ આપી શકાયું નથી. જેના પગલે વનવાસી વિસ્તારના બાળકોને શિક્ષણ આપી શકાયું નથી. જેથી સ્થાનિક વિસ્તારના બાળકોના શિક્ષણ ઉપર ગંભીર અસર ઉભી થઈ છે. તેમજ સ્થાનિક વાલીઓનું માનીએ તો આ વિસ્તારમાં શિક્ષક તેમજ ઓનલાઇન શિક્ષણ બંને નિરર્થક સાબિત થઇ રહ્યું છે. આગામી સમયમાં સરકાર દ્વારા ઠોસ પગલા લેવાય તે જરૂરી છે. જોકે, આ મામલે સરકાર કેટલી જાગૃત બને છે તે પણ જરૂરી છે.

સાબરકાંઠામાં ઓનલાઇન શિક્ષણના વાયદા ખોટા સાબિત, વનવાસી વિસ્તારમાં નેટવર્ક વિના ઓનલાઇન અશક્ય

ઓનલાઇન શિક્ષણ વનવાસી વિસ્તારમાં અશક્ય

ગુજરાતના પૂર્વ પટ્ટી ગણાતા જિલ્લાઓમાં આજની તારીખે પણ મોબાઇલ નેટવર્ક શક્ય બન્યું નથી. જેના પગલે સાબરકાંઠાના ખેડબ્રહ્મા પોશીના અને વિજયનગર તાલુકાઓમાં છેવાડાના વ્યક્તિ સુધી મોબાઇલ તેમજ મોબાઇલ નેટવર્ક સ્થાપી શકાય તેમ નથી. જેથી ઓનલાઇન શિક્ષણ થકી છેવાડાના બાળકને શિક્ષણ આપવાની વાત વનવાસી વિસ્તારમાં અશક્ય બની રહી છે. જોકે, સરકાર દ્વારા છેવાડાના વ્યક્તિ સુધી શિક્ષણ પહોંચાડવાની વાતો માત્ર વાતો જ બની રહી છે. આ વિસ્તારમાં મોટા ભાગના લોકો આજે પણ મોબાઈલથી દૂર રહ્યા છે. તેમજ સ્થાનિક લોકોની આર્થિક અસક્ષમતાને પગલે મોબાઈલ વાપરી શકે તે શક્ય નથી. જોકે, મોબાઈલ થકી ઓનલાઇન શિક્ષણ આપવાનો પ્રયાસ મોબાઈલ નેટવર્ક તેમજ સ્થાનિક લોકોની આર્થિક અસક્ષમતાને પગલે અશક્ય બની રહ્યો છે.

બાળકોના અભ્યાસ સામે સવાલ

સ્થાનિક વિસ્તારમાં મોબાઈલના સહારે શિક્ષણ આપવા ઓનલાઇનનો પ્રયાસ સંપૂર્ણ નિરર્થક બની રહ્યો છે. ત્યારે આજની તારીખે આ વિસ્તારમાં બાળકો મોટાભાગનો સમય સવારથી સાંજ સુધીમાં રમત ગમત તેમજ ખેતી કામમાં પસાર કરે છે. જોકે, ઓનલાઇન શિક્ષણ મોબાઈલ થકી મેળવવાનો નિરર્થક પ્રયાસને પગલે છેલ્લા નવ માસથી આ વિસ્તારમાં શિક્ષણ અંગેનો કોઈ પણ પ્રયાસ થઇ શક્ય બની રહ્યો નથી. જેના પગલે બાળકોના અભ્યાસ સામે પણ હવે સવાલ ઊભો થયો છે.

સ્થાનિક વિસ્તારમાં તંત્ર સામે રોષ

જોકે, છેલ્લા કેટલાક સમયથી કોરોના મહામારીને પગલે શિક્ષકો શિક્ષણ અને શાળાઓથી દૂર રહ્યા છે. ત્યારે ઓનલાઇન શિક્ષણ આપવાનો પ્રયાસ અસંભવ બની રહ્યો છે. ત્યારે બાળકોના વાલીઓમાં વહીવટી તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે. આ સાથે કોરોના મુક્ત વિસ્તારમાં શિક્ષણ ફરીથી શરૂ થાય તે માટે રજૂઆત પણ કરાઈ છે. જોકે, કોરોના મહામારીને પગલે સ્થાનિક વિસ્તારમાં શિક્ષણ શરૂ થાય તેના કરતાં સ્થાનિક શાળાઓમાં શિક્ષક દ્વારા ઘરે ઘરે શિક્ષણ માટે જાગૃતતા લેવાય તે જરૂરી છે. એક તરફ કોરોના મહામારીને પગલે છેવાડાના વ્યક્તિ સુધી શિક્ષણ પહોંચાડવાના આવી રહેલા પ્રયાસ સામે વનવાસી વિસ્તારમાં મોબાઇલ નેટવર્ક ન હોવાના પગલે ઉભી થયેલી અસમંજસ આગામી સમયમાં અને કેટલા પરિવર્તનો કરે છે એ સમય બતાવશે.

ABOUT THE AUTHOR

...view details