હિંમતનગરઃ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના સાપડ ગામે 30 વર્ષીય યુવકનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં હડકંપ મચ્યો છે. જો કે, છેલ્લા પાંચ દિવસથી સાબરકાંઠા જિલ્લામાં એક પણ કેસ ન નોંધાતા તંત્રે રાહતનો શ્વાસ લીધો હતો, તેવા સમયે વધુ એક કેસ નોંધાતા તંત્ર એક્શનમાં આવ્યું છે.
સાબરકાંઠા જિલ્લામાં અત્યાર સુધીમાં પોઝિટિવના 2 કેસ નોંધાયા હતા. તેમજ છેલ્લા પાંચ દિવસથી એક પણ કેસ ન નોધાતા સાબરકાંઠા વહીવટીતંત્ર દ્વારા રાહતનો શ્વાસ લેવાયો હતો. જો કે, આજે પ્રાંતિજના સાપડ ગામે 30 વર્ષીય યુવકનો કોરોના કેસ પોઝિટિવ આવતા સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્રમાં હડકંપ સર્જાયો છે.