ગુજરાત

gujarat

By

Published : Nov 16, 2019, 4:35 AM IST

ETV Bharat / state

સાબરકાંઠા પોલીસે દારુના જથ્થા સાથે એકની ઘરપકડ, 18 લાખનો મુદ્દામાલ જપ્ત

સાબરકાંઠાઃ Way Of Wine તરીકે પ્રસિદ્ધ સાબરકાંઠી જિલ્લાના રસ્તે રાજસ્થાનથી ગુજરાતમાં દારૂ ઘુસાડવામાં આવે છે. પરંતુ સાબરકાંઠા પોલીસની સતર્કતાના કારણે દારુ ઘુસાડવાના ગોરખધંધાનો પર્દાફાશ થયો છે. જિલ્લા પોલીસે ગુરૂવારની રાત્રીએ દારુ સહિત 18 લાખથી વધુનો મુદ્દામાલ સાથે એક આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સાબરકાંઠા પોલીસે દારુના જથ્થા સાથે કરી એકની ઘરપકડ, 18 લાખનો મુદ્દામાલ જપ્ત

સાબરકાંઠા જિલ્લામાં ગુરુવારે પોલીસે દારૂનો જથ્થો પકડી ખૂબ મોટી સફળતા પ્રાપ્ત કરી છે. પોલીસે બાતમીના આધારે એક સાથે ચાર જગ્યાએ રેકી કરી દારૂના વિપુલ જથ્થા સાથે એક આરોપીની અટકાયત કરી છે. જોકે કેટલાક આરોપીઓ અંધારાનો લાભ લઇ ભાગી છૂટવામાં સફળ થયા હતા.

જિલ્લા પોલીસે તમામ દારૂનો મુદ્દામાલ સહિતનો જથ્થો ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details