હિંમતનગરઃ સાબરકાંઠા જિલ્લામાં કોરોના વાઈરસના કહેરને પગલે આજે 8 હજારથી વધારે લોકોના સેમ્પલ લેવાયા છે. હાલ જિલ્લામાં કોરોનાનો એક કેસ પોઝિટિવ આવ્યો છે. જેથી તંત્ર દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.
સાબરકાંઠામાં કોરોના વાઈરસ અંતર્ગત તંત્ર એલર્ટ, વધુ સર્વે બાદ આવેલા રિપોર્ટ નેગેટિવ - સાબરકાંઠા કોરોનાવાઈરસ ન્યૂજ
સાબરકાંઠા જિલ્લામાં કોરોના વાઈરસનો એક કેસ પોઝિટિવ આવ્યો છે. જેથી તંત્ર દ્વારા વધારે 8 હજાર લોકોના સેમ્પલ લઈ કોરોના ટેસ્ટ માટે મોકલામાં આવ્યાં છે.

આજે એટલ કે રવિવારે સાબરકાંઠા જિલ્લામાં 8730 મકાનોમાં 42375 લોકોનો સર્વે કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં 80 મેડિકલ ટીમો કામે લાગી હતી. સાબરકાંઠા જિલ્લામાં 287 લોકોને હોમ ક્વોરનટાઈન કરાયા છે. જેમાંથી 33 લોકોને સરકાર દ્વારા નક્કી કરાયેલી જગ્યાએ ક્વોરનટાઈન કરવામાં આવ્યા છે. તેમજ સાબરકાંઠા જિલ્લામાં અત્યાર સુધીમાં 93 સેમ્પલ લેવામાં આવ્યા છે. જે પૈકી એક કેસ પોઝિટિવ આવ્યો છે, જ્યારે 88 કેસના રિપોર્ટ નેગેટિવ આવ્યાં છે. જોકે હજી 4 લોકોના રિપોર્ટ આવવાના બાકી છે.
આજે નવા હાથ ધરાયેલા સર્વેમાં પણ કોઈપણ પ્રકારનો શંકાસ્પદ કેસ મળી આવેલો નથી. જેના પગલે તંત્રએ હાલ પૂરતો હાશકારો અનુભવ્યો છે. જોકે સર્વે હજુ યથાવત છે, ત્યારે આગામી સમયમાં જિલ્લામાં કેટલાક શંકાસ્પદ કેસ મળી આવે છે એ તો સમય બતાવશે.