હિંમતનગર: સાબરકાંઠા જિલ્લામાં સોમવારે પણ કોરોના પોઝિટિવના વધુ ત્રણ કેસ સામે આવ્યા હતા. જેના પગલે સાબરકાંઠા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 250 થઈ ગયો છે. સોમવારે હિંમતનગર તાલુકાના વકતાપુરમાં 42 વર્ષીય પુરુષ, નવા ગામમાં 55 વર્ષીય મહિલા, હિંમતનગર શહેરમાં મોટી વોરવડમાં 84 વર્ષીય પુરુષ, પોલો ગ્રાઉન્ડમાં 60 વર્ષીય મહિલા, મેના પાર્કમાં 42 વર્ષીય પુરુષ, મહાવીર નગરમાં 21 વર્ષીય યુવકનો, પ્રાંતિજ શહેરમાં સ્વામિનારાયણ સોસાયટીના 72 વર્ષીય પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
સાબરકાંઠામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 250 થયો - સાબરકાંઠામાં કોરોનાની સંખ્યા
સાબરકાંઠા જિલ્લામાં સોમવારે કોરોના પોઝિટિવના વધુ ત્રણ કેસ નોંધાતા જિલ્લામાં કોરોનાના કુલ આંક 250 પર પહોંચ્યા છે. તેમજ વધુ 8 દર્દીઓએ કોરોનાને મ્હાત આપતા તેમને રજા આપવામાં આવી છે.
![સાબરકાંઠામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 250 થયો સાબરકાંઠામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 250 પર પહોંચ્યો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8011112-1048-8011112-1594645338534.jpg)
સાબરકાંઠામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 250 પર પહોંચ્યો
જોકે જિલ્લામાં વધુ 8 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. હાલમાં સાબરકાંઠા જિલ્લામાં કોરોનાના 250 કેસ નોંધાયા છે. જેમાં અત્યાર સુધીમાં જિલ્લામાં 176 દર્દી સાજા થયા છે. જ્યારે 7 દર્દીઓના મોત થયા છે તેમજ 67 દર્દી હજુ સારવાર હેઠળ છે.