સાબરકાંઠા: સામાન્ય રીતે કોઈપણ વિસ્તારના વિકાસ માટે સ્થાનિકોને પાયારૂપ સુવિધાઓ આપવામાં આવે તો જે-તે વિસ્તારના લોકો સક્ષમ અને વિકસિત બનતા હોય છે જોકે સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકામાં આવેલું બુજા કરમદી ફળી વિસ્તાર આજે પણ વિકાસ ઝંખી રહ્યું છે. આજની તારીખે પણ આ ગામ રોડ રસ્તાની સુવિધાથી વંચિત છે. ગામમાં આજે પણ આવનજાવન માટે રોડ ન હોવાના કારણે કે કોઈપણ પ્રકાર સુવિધા મળી શકી નથી.
સાબરકાંઠાનું આ ગામ ઝંખી રહ્યું છે વિકાસ, પરિવારને બીમાર વૃદ્ધની સારવાર માટે ઝોળીમાં નાખીને 5 કિમી ચાલવુ પડ્યું - સાબરકાંઠા
સાબરકાંઠામાં બીમાર વૃદ્ધની સારવાર માટે ઝોળીમાં નાખીને લઈ જતો વીડિયો વાયરલ થયો છે. પોશીના તાલુકાના બુજરા કરમદી ફળી વિસ્તારમાં આઝાદી બાદ હજુ સુધી અહીં રોડ બન્યો નથી.
Published : Nov 2, 2023, 7:20 PM IST
|Updated : Nov 2, 2023, 7:48 PM IST
સાબરકાંઠાના અંતરિયાળ વિસ્તારના સરહદી વિસ્તારમાં રહેતા આદિવાસી વિસ્તારનો વીડિયો વાયરલ થયો છે. પોશીના તાલુકાના બુજરા કરમદી ફળી વિસ્તારમાં એક બીમાર વૃદ્ધને 5 કિલોમીટર સુધી ઝોળીમાં નાખીને ખભા પર સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. આઝાદી બાદથી આજદિન સુધી આ વિસ્તારમાં રોડ નથી બન્યો. જેનાથી આદિવાસી જનતાને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ત્યારે સરકારના આરોગ્યની સેવાઓના દાવાઓ પોકળ સાબિત કરતો વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
જોકે સૌથી મહત્વની બાબત એ છે કે છેલ્લા કેટલાય વર્ષોથી પારાવાર સમસ્યાઓ ભોગવતા આ વિસ્તારના લોકો માટે જાણે કે સમસ્યા જ જીવન હોય તેવો ઘાટ સર્જાયો છે. ત્યારે પરિવારને સારવાર અર્થે 5 કિલોમીટર ચાલીને ઝોળીમાં નાખી લઈ જતો વીડિયો વાયરલ થયો હતો. જેમાં વૃદ્ધના દીકરાઓ વૃદ્ધને સારવાર માટે લઈ જઈ રહ્યા છે. આઝાદીના આટલા વર્ષો બાદ પણ પોશી તાલુકાના અંતરિયાળ વિસ્તારના લોકો હજુ સુધી પાકા રસ્તા જેવી પ્રાથમિક સુવિધાના અભાવે અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.