સાબરકાંઠા: કોરોના મહામારી દિન-પ્રતિદિન સમગ્ર વિશ્વમાં કેટલાય લોકોને પોતાનો શિકાર બનાવી રહી છે ત્યારે સાબરકાંઠા જિલ્લામાં પણ કોરોના પોઝિટિવનો કહેર યથાવત રહ્યો છે. આજે સાબરકાંઠા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં ઇડર તાલુકાના ઓડા ગામમાં 24 વર્ષીય યુવક અને 22 વર્ષીય મહિલા, ઈડર શહેરમાં કુંડ ફળીમાં 45 વર્ષીય પુરુષ, ભાટિયા વાસમાં 70 વર્ષીય વૃધ્ધ, 20 વર્ષીય યુવક, પ્રાંતિજ તાલુકાના ઘડકણ ગામમાં 34 વર્ષીય યુવક તેમજ હિંમતનગરના કાકરોલમાં રાજ બસેરા સોસાયટીમાં 59 વર્ષીય પુરુષ, હુસૈની ચોક વિસ્તારમાં 37 વર્ષીય મહિલા, બગીચા વિસ્તારમાં 55 વર્ષીય પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
સાબરકાંઠા: જિલ્લામાં વધુ નવ કોરોનાના કેસ નોંધાયા - Number of COVID-19 patient in sabarkatha
સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીનો રહેર વર્તાઈ રહ્યો છે ત્યારે સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં વધુ 9 પોઝિટિવ કેસ નોંધાયા છે. તેમજ ઇડર હિંમતનગર અને પ્રાંતિજ વિસ્તારમાં કોરોના પોઝિટિવનું પ્રમાણ વધી રહ્યું છે.
સાબરકાંઠા
જોકે હવે તંત્ર દ્વારા કોરોના પોઝિટિવ મામલે નક્કર પગલાં નહીં લેવાય તો આગામી સમયમાં સ્થિતિ વધુ બગડી શકે તેમ છે.