સાબરકાંઠાના ઇડર તાલુકાના મુકામે સોથી વધારે ગામના ખેડૂતો દ્વારા સુભાષ પાલેકરની ઝીરો બજેટ ખેતી મુદ્દેની શિબિર યોજાઈ હતી. જેમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા આગામી સમયમાં માનવ જીવનને વિકાસલક્ષી બનાવવાનો એકમાત્ર ઉપાય સમાન કુદરતી ખેતી હોવાનું જણાવ્યું હતું. સામાન્ય રીતે છેલ્લા 50 વર્ષમાં ખેડૂત વિકાસ કર્યા હોવાની વાતો છે. પરંતુ, છેલ્લા 50 વર્ષમાં જમીન બિન ઉપજાઉ થઈ હોવાની વાત પણ એટલી જ સાચી હોવાનું વૈજ્ઞાનિકો સ્વીકારી રહ્યા છે. ત્યારે, ખેડૂતો ઓર્ગેનિક ખેતી તરફ વળી તે સમયની માગ છે.
2022 સુધી ગુજરાત ઝીરો બજેટ ખેતીમાં નંબર વન બનશેઃ રાજ્યપાલ
સાબરકાંઠાઃ જિલ્લામાં ગુજરાત રાજ્યપાલના અધ્યક્ષ સ્થાને પ્રાકૃતિક ખેતી કરનારા ખેડૂતોની શિબિર યોજાઇ હતી. રાજ્યપાલ આચાર્ય નિવૃત્તિ આગામી સમયની તાતી જરૂરિયાતની સાથો સાથ માનવજીવનને ટકાવવા માટે કુદરતી ખેતી એકમાત્ર ઉપાય હોવાની વાત કરી હતી.
આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે, 2022 સુધીમાં ગુજરાતમાં તમામ ખેડૂતો ઝીરો બજેટ ખેતી તરફ વળે તે માટેનો પ્રયાસ કરવામાં આવશે. તેમજ ખેડૂતોને ઝેરની ખેતીથી દૂર થવાની સાથે સાથે કુદરતી ઊભી કરેલી પદ્ધતિમાં ભાગીદાર થવાની પણ વાત કરી હતી. તેમજ કુદરતી ખેતી કરવી એ પુણ્યનો પ્રયાસ હોવાનું પણ જણાવ્યું હતું. જોકે 100થી વધારે ગામડાઓમાંથી એકઠા થયેલા ખેડૂતોએ આગામી સમયમાં પોતાના વિસ્તારમાં છેવાડાના વ્યક્તિ અને ખેતર સુધી ઝીરો બજેટ ખેતી લઈ જવાનો નિશ્ચય કર્યો હતો.
આ પ્રસંગે વધુમાં રાજ્યપાલે જણાવ્યું હતું કે મારી બસો એકર જમીનમાં આજે પણ ઝીરો બજેટ ખેતી કરું છું, તેમજ ગાયને માત્ર માતા તરીકે ગણાવી કે ગૌ માતાકી જય કહેવું તેના કરતા ગાયને પોતાના ઘરે રાખવી એ ગાયની મોટી સેવા છે. ગાય થકી સમગ્ર રાજ્ય તેમજ દેશનું ભલું થઈ શકે તેમ છે. ત્યારે, ખેડૂતો ગાય આધારિત ખેતી કરતા થાય એ સમયની માગ છે અને તેના થકી ખેડૂતોનો વિકાસ છે.