- રાજ્યસભાના સાંસદ રમીલાબેન વોરાએ યોજી વર્ચ્યૂઅલ બેઠક
- બેઠકમાં રેલવે અધિકારીઓના વિવિધ મુદ્દાઓ અંગે કરી ચર્ચા
- ખોરંભે પડેલી બ્રોડગેજનું કામ પૂર્ણ કરવાની સાંસદે આપી ખાતરી
- અમદાવાદથી ખેડબ્રહ્મા રેલવે લાઈનનું કામકાજ ઘણા સમયથી બંધ છે
સાબરકાંઠાથી ખેડબ્રહ્મા બ્રોડગેજની બંધ પડેલી કામગીરીનો ઉકેલ સાંસદ રમીલાબેન વોરા લાવશે
સાબરકાંઠાઃ અમદાવાદથી ખેડબ્રહ્મા તરફ મીટર ગેજ રેલ્વે લાઈનને બ્રોડ ગેજમાં રૂપાંતર કરવા ગત 2 વર્ષથી કામકાજ યથાવત રીતે ચાલુ રહ્યું હતું. જો કે, હિંમતનગરથી ઉદયપુર સુધી રેલવે લાઈન ક્લિયર થયા બાદ હજી સુધી હિંમતનગરથી ખેતરમાં રેલવે લાઈન મામલે કોઈ પ્રગતિ નથી થઈ. આ મામલે ગુજરાતના રાજ્યસભાના સાંસદ રમીલાબેન બારાએ અમદાવાદ રેલવે અધિકારીઓ સાથે વર્ચ્યૂઅલ બેઠક કરી ખોરંભે પડેલી કામગીરીને ઝડપી પૂરી કરવા રજૂઆત કરી છે. જો કે, હજી સુધી રેલવેની કામગીરી બાબતે કોઈ ચોક્કસ કામગીરી થઈ શકી નથી.
સાબરકાંઠાથી ખેડબ્રહ્મા બ્રોડગેજની બંધ પડેલી કામગીરીનો ઉકેલ સાંસદ રમીલાબેન વોરા લાવશે ટૂંક જ સમયમાં બંધ રહેલી કામગીરી પૂર્ણ કરાશે
સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્માના રહેવાસી તેમ જ ગુજરાત રાજ્ય સભાના સાંસદ દ્વારા વર્ષોથી બંધ પડેલી હિંમતનગરથી ખેડબ્રહ્મા બ્રોડગેજ રેલવે લાઈન અધિકારીઓને રજૂઆત કરી છે. આ મુદ્દે તાત્કાલિક ધોરણે વીડિયો કોન્ફરન્સિંગથી રજૂઆત કરી છે. આ સાથે આ મામલે રેલવે મંત્રાલયને પણ રજૂઆત કરવાની વાત કરી છે. અમદાવાદના રેલવે અધિકારીઓએ આ મામલે જણાવ્યું કે, બંધ રહેલી કામગીરી ટૂંક સમયમાં શરૂ થશે. તેમ જ તે અંગેની અન્ય જરૂરી પ્રક્રિયા પણ પૂર્ણ કરી દેવાઈ છે.
સાબરકાંઠાથી ખેડબ્રહ્મા બ્રોડગેજની બંધ પડેલી કામગીરીનો ઉકેલ સાંસદ રમીલાબેન વોરા લાવશે આસ્થાનું ધામ રેલવે સેવાથી વંચિત
ગુજરાતમાં મોટા ભાગના આસ્થાના ધામ એસટી બસ એમ જ રેલવે સેવાથી જોડાયેલા છે. અંગ્રેજોના સમયથી સાબરકાંઠાનું ખેડબ્રહ્મા અંબાજી રેલવે સેવાથી જોડાયેલું હતું. જો કે, મીટર ગેજથી બ્રોડગેજમાં રૂપાંતર કરવાના પ્રયાસને પગલે ગત કેટલાક સમયથી હિંમતનગરથી ખેડબ્રહ્માનું રેલવે ગેજ પરિવર્તનનું કામ પૂર્ણ થયું હોવા છતાં નવીન બ્રોડગેજ માટેની પ્રક્રિયા હાથ ન ધરાતા ખેડબ્રહ્મા અંબાજી ધામ રેલવે સેવાથી વંચિત રહ્યું છે. સાંસદ રમીલાબેન વોરાએ આ મામલે કામગીરી આગળ વધારવાની હૈયાધારણા આપી છે. રેલવે સેવાથી વંચિત રહેલા ખેડબ્રહ્મા અંબાજી ધામ મામલે સાંસદે જણાવ્યું કે, આગામી સમયમાં રેલવે સેવા મામલે અંબાજી ધામની જરૂરી છે તેમ જ સ્થાનિક લોકોના વિકાસ માટે અંબાજી ધામ અમદાવાદ સાથે જોડાયેલ રહે તે માટે રેલવે માટે જરૂરી છે. આ સાથે ગેસ પરિવર્તનથી કામગીરી પૂર્ણ થઈ હોવા છતાં તાત્કાલિક ધોરણે બ્રોડગેજ રેલવે લાઇનની કામગીરી શરૂ કરાઈ તે સમયની માગ છે. રેલવે બેઠકમાં પણ અધિકારી આ વાત સ્વીકારી છે.