ગુજરાત

gujarat

ETV Bharat / state

સાબરકાંઠાની 6 નગરપાલિકાઓને સાડા પાંચ કરોડથી વધારેની સહાય અપાઇ - Gujrat cm vijay rupani

ગુજરાત સરકારને ચાર વર્ષ પૂર્ણ થયા તેના પગલે આજે ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા તમામ નગરપાલિકાઓને એક કરોડથી વધારેની સહાય આપવામાં આવી છે. જેના પગલે સાબરકાંઠા જિલ્લામાં પણ સાડા પાંચ કરોડથી વધારેની રકમ ગુજરાત GIDCના ચેરમેન બળવંતસિંહ રાજપૂતના હસ્તે સાબરકાંઠા જિલ્લાની નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ જિલ્લા સમાહર્તાને ચેક અર્પણ કરવામાં આવ્યા હતા.

સાબરકાંઠા
સાબરકાંઠા

By

Published : Aug 7, 2020, 7:25 PM IST

સાબરકાંઠા: ગુજરાત સરકારમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીને ચાર વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે,આજે ગુજરાતની તમામ નગરપાલિકાઓને વસ્તી ધોરણ આધારે 1000 કરોડથી વધારેની રકમ ચેક સ્વરૂપે કરવામાં આવી હતી. જેના પગલે સાબરકાંઠા જિલ્લામાં 6 નગરપાલિકાઓને સાડા પાંચ કરોડથી વધારે રકમની ફાળવણી કરાઈ હતી.

ગુજરાત GIDCના ચેરમેન બળવંતસિંહ રાજપૂતના હસ્તે સાબરકાંઠા જિલ્લા કલેકટર તેમજ સ્થાનિક ધારાસભ્ય અને નગરપાલિકાના ચીફ ઓફિસરને આ રકમ અર્પણ કરવામાં આવી છે. ત્યારે એક તરફ કોરોના મહામારીને પકડી નગરપાલિકા વિસ્તારમાં કોઇ પણ વ્યક્તિને કોઈપણ સમસ્યા ઉભી ન થાય તેનું ધ્યાન રાખવામાં આવશે.આજે તમામ નગરપાલિકાઓને કાર્યક્રમ દ્વારા છેવાડાના વ્યક્તિનું જનજીવન સામાન્ય બની રહે તેના પર વિશેષ ધ્યાન આપવાની સાથોસાથ ગુજરાતમાં 46 ટકાથી વધારેની જનસંખ્યા હાલમાં પાલિકા વિસ્તારમાં રહે છે. જેના સુખાકારી જીવન માટે આ ચેક અર્પિત કરવામાં આવ્યા છે.

આ તબક્કે જીઆઇડીસીના ચેરમેન બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, ગતિશીલ ગુજરાતનો વિકાસ દિનપ્રતિદિન વધી રહ્યો છે. ત્યારે આગામી સમયમાં પણ વિકાસની ગતિ યથાવત રહે તે જરૂરી છે અને તેના માટે જ ગુજરાત સરકાર દ્વારા તમામ નગરપાલિકાઓને કરોડથી વધારે સહાય ફાળવણી કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details