સાબરકાંઠા: સમગ્ર રાજયમાં કોરોના વાઇરસના સંક્રમણને લઇ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું, ત્યારે આંગણવાડી કેન્દ્રો બંધ કરવામાં આવ્યા હતા. જેમાં બચત થયેલા અનાજ-તેલના જથ્થાનો ઉપયોગ કરી આંગણવાડી કેન્દ્રના 3થી 6 વર્ષના બાળકોને સાપ્તાહિક સુખડી વિતરણની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં સાબરકાંઠાની 1922 આંગણવાડીના 52,961 બાળકોને સુખડીનું વિતરણ કરવામા આવી રહ્યું છે. આંગણવાડીની બહેનો દ્વારા આંગણવાડીમાં જ સુખડી બનાવવામાં આવે છે.
સાબરકાંઠામાં 52 હજારથી વધારે બાળકોને પોષણયુક્ત ખોરાક અપાયો - બાળકોને પોષણયુક્ત ખોરાક અપાયો
સાબરકાંઠા જિલ્લામાં કોરોના કહેરથી આજદિન સુધી 52 હજારથી વધારે બાળકોને પોષણ આહાર આપવાની પ્રક્રિયા યથાવત છે. જેના પગલે છેવાડાના વ્યકતિને પોષણ યુક્ત આહાર મળતા તેમની રોગ પ્રતિકારક શક્તિ વધી છે.
સાબરકાંઠામાં 52 હજારથી વધારે બાળકોને પોષણયુક્ત ખોરાક અપાયો
જોકે પોષણ આહાર આપવાના પગલે નાના બાળકોની રોગ પ્રતિકારક શક્તિ વધી છે જેના પગલે કોરોના સહિત અન્ય બીમારીઓથી પણ આગામી સમયમાં સ્વસ્થ્ય રહે તેવી પણ પૂર્ણ સંભાવના છે.