ગુજરાત

gujarat

ETV Bharat / state

સાબરકાંઠા જિલ્લામાં 7 દિવસમાં 52થી વધુ આરોપી ઝડપાયા, 20 વર્ષથી વધારે સમયથી હતા ભાગેડુ - Aim to take the accused fast

સાબરકાંઠાઃ જિલ્લા પોલીસે છેલ્લા એક સપ્તાહમાં 52 થી વધારે આરોપીઓ 20 વર્ષથી વધુ સમયના ભાગેડુ હોય તેવાઓને ઝડપી જિલ્લામાંથી ક્રાઇમ રેટ ઓછો કરવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત આગામી 30 તારીખ સુધીમાં 100થી વધારે આરોપીઓને ઝડપી લેવા વિશેષ મુહિમ હાથ ધરી છે.

સાબરકાંઠા જિલ્લામાં 7 દિવસમાં 52થી વધુ આરોપી ઝડપાયા, 20 વર્ષથી વધારે સમયથી હતા ભાગેડુ
સાબરકાંઠા જિલ્લામાં 7 દિવસમાં 52થી વધુ આરોપી ઝડપાયા, 20 વર્ષથી વધારે સમયથી હતા ભાગેડુ

By

Published : Dec 27, 2020, 10:59 PM IST

  • સાબરકાંઠા જિલ્લા પોલીસની આરોપીઓ પર રેડ
  • 7 દિવસની અંદર 52 જેટલા આરોપીઓ ઝડપાયા
  • 100થી વધારે આરોપીઓને ઝડપી લેવા વિશેષ મુહિમ હાથ ધરી

સાબરકાંઠાઃ જિલ્લામાંસામાન્ય રીતે ગુનેગારો એકવાર પોલીસની પકડથી છૂટ્યા બાદ ભાગેડુ ઘોષિત થતા હોય છે. સાબરકાંઠા જિલ્લા પોલીસે છેલ્લા એક સપ્તાહમાં 52 થી વધારે આરોપીઓ 20 વર્ષથી વધુ સમયના ભાગેડુ હોય તેવાઓને ઝડપી જિલ્લામાંથી ક્રાઇમ રેટ ઓછો કરવાનો શ્રેષ્ઠ પ્રયાસ અંતર્ગત આગામી 30 તારીખ સુધીમાં 100થી વધારે આરોપીઓને ઝડપી લેવા વિશેષ મુહિમ હાથ ધરી છે.

આગામી 30 તારીખ સુધી 100 જેટલા આરોપીઓને ઝડપી લેવાનો લક્ષ્યાંક

સાબરકાંઠા જિલ્લામાં 2018 પહેલા આરોપીઓ અને ક્રાઇમ રેટ ખૂબ ઊંચો હતો જો કે, છેલ્લા બે વર્ષથી સાબરકાંઠા જિલ્લા પોલીસે આ મામલે ગંભીરતાથી પગલાં લઇ ભાગેડું આરોપીઓને ઝડપી લેવા માટે વિશેષ પ્રયાસ હાથ ધર્યો હતો. જે અંતર્ગત ગત 17મી ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી વિશેષ પ્રયાસ હાથ ધરાનાર છે. જોકે આ સમયગાળામાં સાબરકાંઠા જિલ્લા પોલીસે પાછલા 7 દિવસની અંદર 52 થી વધારે આરોપીઓને ઝડપી લઇ ભાગેડુ આરોપી ઓમાન ભયનો માહોલ સર્જાયો છે. તેમજ ગત 17મી ડિસેમ્બરથી શરૂ થયેલી આ મુહિમ આગામી 30 ડિસેમ્બર સુધી યથાવત રખાશે. સાથો-સાથ સૌથી વધારે ભાગેડુ આરોપીઓને ઝડપી લેવાનો લક્ષણ સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા દ્વારા નક્કી કરાયું છે. સાથો-સાથ આગામી સમયમાં ગુનાઓનો રેટ ન વધે તે માટે પણ વિશેષ પ્રયાસ હાથ ધર્યો છે. હાલમાં આ મામલે છેલ્લા કેટલાય વર્ષોથી ભાગેડુ ઘોષિત થયેલા આરોપીઓને ઝડપી લેવા શરૂ કરાયેલી મહિમા ઉસકી સાબરકાંઠા જીલ્લામાં અન્ય આરોપીઓમાં પણ ભયનો માહોલ સર્જાયો છે.

સાબરકાંઠા જિલ્લામાં 7 દિવસમાં 52થી વધુ આરોપી ઝડપાયા, 20 વર્ષથી વધારે સમયથી હતા ભાગેડુ

સાબરકાંઠા જિલ્લામાં પોલીસની રેડ

છેલ્લા બે દાયકાથી ભાગેડુ ઘોષિત થયેલા આરોપીઓને ઝડપી લેવા માટે સાબરકાંઠા જિલ્લા પોલીસે ગત 17મી ડિસેમ્બરથી એક વિશેષ મહિમા શરૂ કરી છે. જે અંતર્ગત આગામી 30 તારીખ સુધી યથાવત રહેશે. તેમજ 7 દિવસના ટૂંકાગાળામાં સાબરકાંઠા જિલ્લા પોલીસે 52થી વધારે આરોપીઓને જેલના સળીયા પાછળ ધકેલાયા છે એક તરફ દિન-પ્રતિદિન ગુનાઓ તેમજ ગુનેગારોનો ગ્રોથ વધે છે. તેવા સમયે સાબરકાંઠા જિલ્લામાં આરોપીઓને ઝડપી લઇ જળમૂળથી ગુનાઓને ડામવાની શરૂઆત થઈ છે. જે અંતર્ગત આગામી સમયમાં સૌથી વધારે આરોપીઓને ઝડપી લેવાનું લક્ષણ જિલ્લા પોલીસ રાખી રહી છે.

સાત દિવસમાં 52 આરોપી ઝડપાયા

સાબરકાંઠા જિલ્લા પોલીસ નક્કી કરેલા લક્ષણ મુજબ આરોપીઓને ઝડપી લઇ વર્ષોથી ચાલી આવતી નેટવર્ક તોડવાનો કરાયેલો પ્રયાસ રંગ લાવતો હોય તે દેખાઈ રહ્યું છે છેલ્લા એક સપ્તાહમાં 52 જેટલા આરોપીઓ ઝડપાઇ ચૂકયા છે તેમ જ તે તમામને હિંમતનગર સબજેલ ખાતે ધકેલવામાં આવે છે તેમજ આગામી સમયમાં આ મામલે હજુ પણ રેડ યથાવત્ રખાતાં અન્ય નાસતા ફરતા આરોપીને પણ ઝડપી લેવા ની કામગીરી યથાવત છે.

આગામી 30 તારીખ સુધી આરોપીઓને ઝડપી લેવાશે

સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા છેલ્લા કેટલાક સમયથી થઇ રહેલી કામગીરીમાં હવે આરોપીઓને જડમૂળથી સફાઈ કરવા તજવીજ હાથ ધરાઇ છે જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લા સહિત અન્ય જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવા માટે વિવિધ પ્રયાસો હાથ ધરાયા છે જે અંતર્ગત જિલ્લા પોલીસ દ્વારા રખાયેલો લક્ષ્યાંક પૂરો થઈ શકે તેમ છે જોકે સૌથી વધારે આરોપીઓ ઝડપાય તો જિલ્લાના ક્રાઈમ રેટમાં ઘટાડો થઈ શકે તેમ છે. વર્ષોથી ફરાર અને ભાગેડુ આરોપી ઝડપાયો સિલસિલો યથાવત્ રહેશે તો આગામી સમયમાં ક્રાઇમ રેટ કેટલો ઓછો થઇ શકે છે એ તો સમય જ બતાવશે

ABOUT THE AUTHOR

...view details