ગુજરાત

gujarat

ETV Bharat / state

સાબરકાંઠાના હિંમતનગરના માળી ગામે ત્રણ માસમાં 120થી વધારે પશુઓના મોત - killed in three months in mali village

સાબરકાંઠા : હિંમતનગર તાલુકાના માળી ગામે છેલ્લા ત્રણ માસમાં 120થી વધારે પશુઓના મોત થતાં સમગ્ર વિસ્તારમાં ભારે ખળભળાટ સર્જાયો છે. ત્યારે તંત્ર દ્વારા કોઇ પગલાં લેવામાં ન આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો.

sabarkantha
સાબરકાંઠા

By

Published : Jan 7, 2020, 6:28 AM IST

સાબરકાંઠાના હિંમતનગર તાલુકાના માંડવા ગામે છેલ્લા ત્રણ માસમાં 120 વધારે પશુઓના મોત થયા છે. જેમાં કોઈ પણ પ્રકારની તકલીફ કે રોગ વિના ટપોટપ પશુઓના મોત થાય છે. આ અંગે સ્થાનિક ગ્રામજનોએ સાબર ડેરીના ડૉક્ટર સુધીના તમામ લોકોને લેખિતમાં જાણ કરી હોવા છતાં આજદિન સુધી કોઈપણ પ્રકારના ઠોસ પગલાં ન લેવાતા હવે ગ્રામજનો પણ રોષે ભરાયા છે.


જો કે, કેટલાક સમયથી મૃત્યુ પામતા પશુઓના પગલે સ્થાનિક પશુપાલકોની હાલત દયનીય બનવા પામી છે. એક તરફ પશુઓના મોત પાછળ કોઈ કારણ જવાબદાર છે. તે આજ દિન સુધી જાણી નથી શકાયું. તો બીજી તરફ સાબર ડેરી સહિત સરકારી તંત્ર પણ જાણે કે આંખ આડા કાન કરતી હોય તે પ્રકારનો માહોલ સર્જાયો છે. તેમજ આ વિસ્તારમાં દિનપ્રતિદિન પશુઓનો મૃત્યુઆંક વધી રહ્યો છે. ગ્રામજનો આજે પણ નિરાશા હાલતમાં મૃત પશુઓની સામે આશાભરી નજરે જોઈ રહ્યા હોય તેવો માહોલ સર્જાયો છે. એક જ ગામમાંથી 120 પશુઓના મોત થયેલ છે. છતાં પણ તંત્ર દ્વારા કોઇ પગલાં લેવામાં આવી રહ્યા નથી.

સાબરકાંઠાના હિંમતનગરના માળી ગામે ત્રણ માસમાં 120થી વધારે પશુઓના મોત

હાલમાં હિંમતનગરના માળી ગામમાં દિવસ-રાત કેટલાક ડૉક્ટરો પ્રયાસ કરતા દેખાય છે. જો કે, ત્રણ માસની અંદર 120 પશુઓના મોત બાદ સ્થાનિક પશુપાલકો હવે ભયના માહોલમાં જીવી રહ્યા છે. સાબર ડેરી થકી સહાયની આશ છે. તો બીજી તરફ સ્થાનિક ડિરેક્ટરો તેમજ ચેરમેન સામે પણ પશુપાલકો આક્ષેપ કરતા નજરે પડી રહ્યા છે. તેમજ સહકારી વિભાગમાં થઈ રહેલા ખર્ચ અને સહાયની વાતોને પોકળ સાબિત ગણાવી રહ્યા છે. એક તરફ લોકોની આજીવિકા માટે મહત્વ ધરાવનાર સાબર ડેરી થકી કોઈ સહાય, સહાનુભૂતિ મળી શકી નથી. ત્યારે હવે સ્થાનિકોમાં પણ રોષ વ્યાપ્યો છે. ત્યારે આગામી સમયમાં કોઈપણ પશુ મૃત ન પામે તો પોતાની આજીવિકા ટકી શકે તેમ છે. ત્યારે સ્થાનિક પશુપાલકોની આશા ક્યારે ફળીભૂત થશે એતો હવે સમય જ બતાવશે.


જો કે, એક તરફ ટપોટપ મૃત્યુ પામતા પશુઓ બીજી તરફ સ્થાનિક ગ્રામજનોમાં આજીવિકા સહિત લાખોનું નુકસાન થઈ જવાનો માહોલ છે. ત્યારે હિજરત કરવા મજબુર આ પરિવારો માટે સરકાર ક્યારે જાગે છે. તે પણ મહત્વનું છે.

ABOUT THE AUTHOR

...view details