ગુજરાત

gujarat

ETV Bharat / state

સાબરકાંઠામાં વધુ 10 દર્દી કોરોના મુક્ત થયાં - Number of Sabarkantha cores

સાબરકાંઠા જિલ્લામાં 10 દર્દીઓએ એકસાથે કોરોનાને માત આપી હતી. જિલ્લા વહીવટી તંત્ર પણ આનંદિત થઈ રહ્યું છે, હવે સાબરકાંઠા જિલ્લો કોરોનાથી મુક્તિ તરફ આગળ વધી રહ્યો છે.

સાબરકાંઠા જિલ્લામાંથી વધુ 10 દર્દીઓ કોરોના મુક્ત બન્યા
સાબરકાંઠા જિલ્લામાંથી વધુ 10 દર્દીઓ કોરોના મુક્ત બન્યા

By

Published : May 29, 2020, 10:00 PM IST

Updated : May 30, 2020, 3:53 PM IST

સાબરકાંઠાઃ જિલ્લામાં વધુ 10 દર્દીઓએ એકસાથે કોરોનાને માત આપી પોતાના ઘરે પરત ફર્યા છે. જેના કારણે સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્ર પણ આનંદિત થઈ રહ્યું છે. તેમજ સાબરકાંઠા જિલ્લો દિન-પ્રતિદિન મુક્ત બનવા તરફ આગળ વધી રહ્યો છે.

દહેગામ આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા પરિવારના તમામ લોકોના રિપોર્ટ કરવામાં આવ્યા હતાં. જેમાં પરિવારમાં 60 વર્ષીય માતા પુષ્પાબેન, 37 વર્ષીય પતિ મનિષગીરી ગોસ્વામી અને બે માસની બાળકીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

ઘરેથી હોસ્પિટલ આવતા ડર હતો, પરંતુ અહીંના ડૉકટર્સ તેમજ સિસ્ટર્સ દ્વારા અમને ખુબ જ સારી રીતે સારવાર અપાઇ છે. તેમજ બે માસની દિકરી સહિત અન્ય દર્દીઓને ખુબ જ સારી રીતે સાળ સંભાળ લેવાય છે. આપણી સરકાર દ્વારા કોરોના સામેની જે જંગ છે તે જંગના સિપાઇ એવા આપણા ડોકટર્સ અને નર્સિસ દ્વારા કોરોનાને જરૂર- જરૂરથી આપણે દેશમાં અને દુનિયામાંથી હરાવીશું. જોકે, આગામી સમયમાં સાબરકાંઠા જિલ્લો કોરોના મુક્ત કયારે બની શકે છે તે પણ મહત્વનું બની રહે છે.

Last Updated : May 30, 2020, 3:53 PM IST

ABOUT THE AUTHOR

...view details