ગુજરાત

gujarat

ETV Bharat / state

સાબરકાંઠામાં શરૂ થશે મનરેગા, ગ્રામીણ લોકોને મળશે રોજગારી - સાબરકાંઠામાં શરૂ થશે મનરેગા

સાબરકાંઠા જિલ્લામાં મનરેગાના 251 કામને મંજૂરી મળતા મનરેગા અંતર્ગત જળ સંચયના કામ થકી આગામી સમયમાં સ્થાનિકોને રોજગારીની તક મળશે. સાથોસાથ જળસંચયના કામમાં પણ વ્યાપક મદદ મળી રહેશે.

સાબરકાંઠામાં શરૂ થશે મનરેગા, ગ્રામીણ લોકોને મળશે રોજગારી
સાબરકાંઠામાં શરૂ થશે મનરેગા, ગ્રામીણ લોકોને મળશે રોજગારી

By

Published : Apr 27, 2020, 7:56 PM IST

સાબરકાંઠા: સાબરકાંઠા જિલ્લામાં મનરેગાના 251 કામને મંજૂરી મળતા મનરેગા અંતર્ગત જળ સંચયના કામ થકી આગામી સમયમાં સ્થાનિકોને રોજગારીની તક મળશે. સાથોસાથ જળસંચયના કામમાં પણ વ્યાપક મદદ મળી રહેશે.

જિલ્લામાં કોરોના વાઇરસના સંક્રમણને ફેલાતુ અટકાવવા વહિવટી તંત્ર દ્વારા વિવિધ પગલાં લેવાયા છે, ત્યારે સાબરકાંઠા જિલ્લામાં મનરેગા યોજના અંતર્ગત વિવિધ કામોને મંજૂરી આપવામાં આવી છે. જેના પગલે આગામી સમયમાં ગ્રામીણ લોકોને રોજગારી પ્રાપ્ત થઇ શકશે.


જેમાં સાબરકાંઠા જિલ્લામાં મનરેગાના 251 કામોને મંજૂરી મળી છે. જેમાં જળ સંચય અભિયાનના કામો જેવા કે ખેત તળાવડીઓ ઉંડી કરવી, ગ્રામ્ય તળાવો ઉંડા કરવા , બોરવેલ રીફલીંગ જેવા કામો થશે.

સાબરકાંઠા જિલ્લામાં કોરોના લોકડાઉન વચ્ચે સરકાર દ્વારા આપવામાં આવેલી છૂટછાટ અનુસાર મનરેગાના કામોમાં શરતોને આધિન કામની શરૂઆત કરવામાં આવી છે. જેમાં વહિવટી તંત્ર દ્વારા તકેદારી અને સતર્કતા રાખી જુદા-જુદા તાલુકાઓમાં મનરેગા યોજના અંતર્ગત 251 કામો થશે.

જેમા હિંમતનગર તાલુકામાં 97 કામો, ઇડરમાં 32 કામો, ખેડબ્રહ્માના 60 કામો, પોશીનામાં 2 કામો, પ્રાંતિજ 18, તલોદ 16 અને વિજયનગર તાલુકાના 26 કામોને મંજૂરી મળી છે.

જોકે મનરેગાની કામગીરી શરૂ થતા સ્થાનિકોને રોજગારી મળશે તે મહત્વનું છે પરંતુ કોરોનાવાઇરસ અંતર્ગત રાખવાની સાવચેતીઓનું પાલન થાય તે પણ એટલું જ જરૂરી છે

ABOUT THE AUTHOR

...view details