ગાંધીનગર: હિંમતનગરમાં રામ નવમીના દિવસે ભગવાનરામની શોભાયાત્રા પર હુમલો (communal violence in himmatnagar) થયો હતો અને સમગ્ર હિંમતનગર શહેરનું વાતાવરણ તંગ બન્યું છે. બીજી તરફ ખંભાતમાં (communal violence in khambhat) પણ આ જ પ્રકારની ઘટના બની હતી. આમ રાજ્યના 2 જિલ્લા હિંમતનગર અને ખંભાતમાં વાતાવરણ તંગ બન્યું છે. હિંમતનગરના ધારાસભ્ય (MLA of Himmatnagar) રાજેન્દ્રસિંહ ચાવડા આજે રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવીને વધુ રજૂઆત કરવા સંકુલ પહોંચ્યા હતા અને મુલાકાત બાદ રાજેન્દ્રસિંહ ચાવડાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કોઈપણ અસામાજિક વ્યક્તિને છોડવામાં નહીં આવે. પોલીસ દ્વારા અત્યારે કોમ્બિંગ ઓપરેશન (Combing operation in Himmatnagar) હાથ ધરીને અનેક લોકોની અટકાયત પણ કરી છે.
કોઈપણ અસામાજિક વ્યક્તિને છોડવામાં નહીં આવે. પહેલા કાંકરીચાળો થયો- રાજેન્દ્રસિંહ ચાવડાએ વધુમાં જણાવ્યું હતું કે, સૌથી પહેલા કાંકરીચાળો (stone pelting in gujarat) કરવામાં આવ્યો. ત્યારબાદ પેટ્રોલના બોમ્બ અને પથ્થરમારો (stone pelting on ram navami in gujarat) શરૂ કરવામાં આવ્યો હતો અને ખુલ્લી તલવાર લઈને લોકો આવી રહ્યા હતા. જે પણ કસૂરવાર હશે તેવા તમામ લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો:Communal violence in Gujarat : હિંમતનગરમાં ધારા 144 લાગુ, SRP અને RAF ગોઠવાઈ,તપાસના આદેશ સાથે હિંસાખોરો સામે કાર્યવાહી શરુ
કેટલાક લોકોએ ગુજરાતમાં અશાંતિ ફેલાવાનું કાર્ય કર્યું- રાજેન્દ્રસિંહ ચાવડાએ વધુમાં જણાવ્યું હતું કે, હિંમતનગરમાં કેટલાક અસામાજિક તત્ત્વોએ અશાંતિ ફેલાવવાનું કામ શરૂ કર્યું છે. હિંમતનગર શહેર એ શાંતિપ્રિય શહેર છે, પરંતુ અમુક લોકોને આ ગમ્યું નહીં. અન્ય રાજ્યોના પરિણામથી તે લોકો હજી પણ આઘાતમાં છે અને ભાજપની સરકાર અન્ય રાજ્યોમાં આવતા ગુજરાતની ચૂંટણી (Gujarat Assembly Election 2022)માં અશાંતિ ફેલાય તે માટે હિંમતનગરથી અસામાજિક તત્ત્વોએ ગુજરાતમાં અશાંતિ ફેલાવવાનું કાર્ય કર્યું છે.
ભૂગર્ભમાં હોય તો પણ પોલીસ ઝડપી લેશે- રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવીની બેઠક બાદ હિંમતનગરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડાએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યકક્ષાના પ્રધાનો સાથે આ બાબતે ચર્ચા કરવામાં આવી છે અને પ્રજાને શાંતિ અને સંયમ જાળવવાની અપીલ પણ કરવામાં આવી છે. મહત્વની વાત કરવામાં આવે તો, હિંમતનગરનું વાતાવરણ ડહોળ્યા બાદ અમુક લોકો ચાલ્યા ગયા છે, પરંતુ પોલીસ દ્વારા ગઇકાલના 4:00 વાગ્યાથી હું સતત તેમની સાથે જ હતો અને પોલીસ દ્વારા કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. કોઈપણ જગ્યાએ ગુનેગાર હશે તો પણ પોલીસ તેમને હિરાસતમાં લઈને કડક કાર્યવાહી કરશે. ગઈકાલ રાતથી પરિસ્થિતિ કાબૂમાં છે.
આ પણ વાંચો:શોભાયાત્રામાં જૂથ અથડામણ બાદ પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ, અનેક મોર્ચે પોલીસની તપાસ
પોલીસ કાર્યવાહી કડક- સમગ્ર ઘટના સામે આવતા રાજ્ય સરકાર દ્વારા રાતના 11:30 કલાકે એક ઉચ્ચસ્તરીય બેઠક યોજવામાં આવી હતી અને રેપિડ એક્શન ફોર્સ (Rapid Action Force Gujarat) ની ટીમોને પણ હિંમતનગર ખાતે મોકલવામાં આવી છે. કોઈપણ પ્રકારની અપ્રિય ઘટના ન થાય તે માટે ગાંધીનગર જઇને પણ નજર રાખવાની રાજ્ય સરકાર દ્વારા ખાસ સૂચના આપવામાં આવી છે. આમ પોલીસ દ્વારા પણ કડક કાર્યવાહી કરવામાં આવી છે અને અનેક લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરીને ધરપકડની કાર્યવાહી અત્યારે કાર્યરત છે.