સાબરકાંઠાના ઇડર શહેરમાં દામોદર કોપ્લેક્ષમાં બિનવારસી બેગ મળી આવતા સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોચી બેગ ખોલવામાં આવતા તેમાંથી રૂપિયા બે હજાર થઈ લઇ 500 અને 100ના બંડલ નીકળ્યા હતા. કળયુગમાં સામાન્ય રકમ માટે પણ હત્યા અને ખૂનની ઘટના સામે આવે છે. ત્યારે ઇડર જેવા શહેરમાંથી લાખો રૂપિયા બિન વારસી હાલતમાં મળી આવતા સમગ્ર શહેરમાં ચર્ચા જાગી હતી.
સાબરકાંઠાના ઈડરમાંથી બિનવારસી બેગમાંથી નીકળ્યા લાખો રુપિયા
સાબરકાંઠા : શહેરના ઇડર શહેરમાં એક બિનવારસી બેગ મળી આવી હતી. જેમાંથી લાખો રૂપિયા મળી આવતા સમગ્ર શહેરમાં ટોક ઓફ ધી ટાઉનનો કિસ્સો બન્યો હતો.
બિનવારસી બેગમાંથી નીકળ્યા લાખો રુપિયા
પોલીસે બેગ કબજે લઇ આ પૈસા કોના છે. તે મામલે પોલીસે વધુ તપાસ શરુ કરી છે. આ મુદ્દે હજુ કોઈ પોલીસ ફરિયાદ નોધાઇ નથી.