- તૌકતે વાવાઝોડાની વ્યાપક અસર
- સાબરકાંઠા જિલ્લામાં ખેતી સહિત લાખોનું નુકસાન
- નુકસાનીનો આંક વધે તેવી સંભાવના
- જુવાર, બાજરી સહિતના પાકો નિષ્ફળ
સાબરકાંઠા : તૌકતે વાવાઝોડાને લઈ રાજ્યમાં અનેક પ્રકારે નુકસાનો સામે આવ્યા છે. ખેતીનો પાક હોય, ઝાડ હોય કે પછી કેટલાક વિસ્તારમાં કાચા મકાનોમાં નુકસાની જોવા મળી છે, ત્યારે મંગળવારે મોડી રાત્રે સાબરકાંઠા જિલ્લામાં પવન સાથે વરસાદ વરસવાને લઈ ખેતીના પાકોમાં નુકસાન જોવા મળ્યું છે. જિલ્લાના ખેડૂતોએ મહા મુસીબતે તૈયાર કરેલા બાજરી, મગ અને શાકભાજી જેવા પાકોમાં નુકસાન થવાને લઈ ખેડૂતો ચિંતિત બન્યા છે. મોંઘા બિયારણ અને રાસાયણિક દવા ખાતરની માવજત સાથે પકવેલા પાકો વાવાઝોડા સાથે વરસેલા વરસાદને લઈ જમીન દોસ્ત થયા છે.
આ પણ વાંચો : તૌકતે વાવાઝોડાને લઈ કેન્દ્રએ ગુજરાતને 1000 કરોડ રૂપિયાની આર્થિક સહાય જાહેર કરી
જિલ્લામાં થયેલા વિવિધ પાકનું વાવેતર
સાબરકાંઠા જિલ્લામાં ખેડૂતોએ 25,768 હેક્ટરમાં ઉનાળુ પાકનું વાવેતર કર્યું હતું. જેમા બાજરી, મકાઈ, મગ, અડદ, તલ અને શાકભાજીનું વાવેતર કર્યું હતું. જેમાં બાજરીનું જિલ્લામાં 2,515 હેક્ટરમાં વાવેતર થયું છે. 3,196 હેક્ટરમાં મગનું વાવેતર થયું છે. તો ખેડૂતોએ 5,181 હેક્ટરમાં શાકભાજીના પાકોનું વાવેતર થયું છે.
આ પણ વાંચો : તૌકતે વાવાઝોડાએ અરવલ્લી જિલ્લાને ધમરોળ્યું