ભારત દેશમાં આગામી સમયમાં દૂધ તેમજ દૂધની બનાવટો સહિત અન્ય કેટલીક ચીજવસ્તુઓ અને ફ્રી ટ્રેડ અંતર્ગત વેચાણ માટે મુકવામાં આવનાર છે. આ માટે RCEPના નિયમ અંતર્ગત વિવિધ ચીજ વસ્તુઓની વેચાણ માટે છૂટ આપવામાં આવી છે. જે પૈકી દૂધ અને દૂધની બનાવટોને પણ છૂટછાટ અપાશે આગામી સમયમાં વિદેશમાંથી દૂધ તેમજ દૂધની બનાવટો ભારતમાં આવનાર છે. જોકે વિદેશમાંથી આવતું દૂધ તેમજ દૂધની બનાવટો સસ્તા ભાવે ભારતમાં આવવાના પગલે સ્થાનિક કક્ષાએ દૂધ ઉત્પાદન કરનારા પશુપાલકો તેમજ સભાસદોના મુદ્દે ભારે રોષ વ્યાપ્યો છે.
સાબરકાંઠામાં દૂધ મંડળીનો RCEP નિયમનો વિરોધ, આયાત મુદ્દે વડાપ્રધાનને પત્ર લખ્યો
સાબરકાંઠા: જિલ્લાના ઇડર તાલુકાના રૂવચ દૂધ મંડળીમાં રવિવારે RCEP નિયમનો સ્થાન સભાસદોએ વિરોધ કરી ભારતના વડાપ્રધાન તેમજ ગૃહપ્રધાનને પત્ર લખ્યા હતા. તેમજ આગામી સમયમાં આ નિયમમાંથી દૂધ તેમજ દૂધની બનાવટોને બાકાત કરવા રજૂઆત કરી હતી.
તેમજ આગામી સમયમાં જે પ્રકારે નિયમને લાગુ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. જેનાથી દૂધ તેમજ સભાસદો માટે આ ધંધો સંપૂર્ણ રીતે નાશ થાય તેવી સંભાવનાઓ વધી રહી છે. જેના પગલે આજે આ નિયમના વિરોધમાં ભારતના વડાપ્રધાનને પત્ર લખી વિરોધ કરવામાં આવ્યો છે. જોકે આ પત્રની અસર કેટલી અને કેવી થશે એ તો આગામી સમય જ બતાવશે, પરંતુ હાલમાં સ્થાનિક મહિલા સભાસદ દ્વારા પત્ર લખી કોઈપણ ભોગે દૂધના વ્યવસાયને ટકાવી રાખવા માટે RCEP નિયમ માંથી દૂધ તેમ જ દૂધની બનાવટો અને બાકાત કરવા રજૂઆત કરાઇ છે. જોકે આ કેટલી અસરકારક રહેશે એ તો આવનારો સમય બતાવશે.