ગુજરાત

gujarat

ETV Bharat / state

Sabarkantha Fraud Case: તબીબે મૃત બાળકીને 12 કલાક સારવાર આપી, 14 લાખનો દંડ

ગુજરાતમાં ફિલ્મની કહાની જેવો બનાવ સામે આવ્યો છે. જેમાં બાળકી મૃત હોવા છતાં જીવિત બતાવી પરિવારજનો પાસેથી પૈસા ખંખેરી રહ્યા હોવાનું સરકારી અધિકારી જણાવી રહ્યા છે. તો બીજી તરફ હોસ્પિટલના સંચાલકો તેમના ઉપર લગાવેલા આક્ષેપો સંપૂર્ણ ખોટા હોવાની રજૂઆત કરી રહ્યા છે. જોકે, આક્ષેપ પ્રતિઆક્ષેપ વચ્ચે સમગ્ર જિલ્લામાં મેડીસ્ટાર હોસ્પિટલની સેવાઓ મામલે વિરોધાભાસ ઉભા થયા છે તે નક્કી છે.

Sabarkantha Fraud Case: તબીબે મૃત બાળકીને 12 કલાક સારવાર આપી, 14 લાખનો દંડ
Sabarkantha Fraud Case: તબીબે મૃત બાળકીને 12 કલાક સારવાર આપી, 14 લાખનો દંડ

By

Published : Jul 6, 2023, 12:42 PM IST

Sabarkantha Fraud Case: તબીબે મૃત બાળકીને 12 કલાક સારવાર આપી, 14 લાખનો દંડ

સાબરકાંઠા : હિંમતનગર પાસે આવેલી મેડીસ્ટાર નામની હોસ્પિટલ ઉપર સ્ટેટ મોનિટરિંગ સેલે રાત્રિના સમયે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન હિંમતનગરની સ્થાનિક બાળકીનું મૃત્યુ થયું હોવા છતાં સારવાર શરૂ હોવાનું ધ્યાને આવ્યું હતું. તેમજ બાળકીના પરિવારજનોએ સારવારના નામે પૈસા પડાવતા હોવાનો આક્ષેપ કર્યો હતો. જેના પગલે આરોગ્ય વિભાગની ટીમે મેડીસ્ટાર હોસ્પિટલને 14 લાખ જેટલા દંડ ફટકાર્યો છે. ઉપરાંત હોસ્પિટલને પ્રધાનમંત્રીની આયુષ્યમાન યોજનામાંથી બ્લેક લિસ્ટ કરી છે.

તપાસના આધારે કાર્યવાહી :આ સમગ્ર મામલે સાબરકાંઠા જિલ્લામાં ભારે રોષ વ્યાપ્યો છે. આક્ષેપ પ્રતિઆક્ષેપ વચ્ચે સમગ્ર જિલ્લામાં મેડીસ્ટાર હોસ્પિટલની સેવાઓ મામલે વિરોધાભાસ ઉભા થયા છે. જોકે, આ મામલે સાબરકાંઠા જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, સમગ્ર મામલે રાજ્ય કક્ષાએથી થયેલી તપાસના આધારે આગામી સમયમાં જરુરી પગલાં લેવામાં આવશે. આ મામલાને ગંભીરતાને ધ્યાને લઇ ઠોસ કાર્યવાહી કરવામાં આવશે. તેમજ મૃત બાળકી મામલે પણ પરિવારજનોની વાતને પણ ધ્યાને લેવાશે.

દંડનીય પગલા : આક્ષેપ પ્રતિઆક્ષેપ વચ્ચે મેડીસ્ટાર હોસ્પિટલના સંચાલકોએ તાત્કાલિક ધોરણે એક નિવેદન પણ જાહેર કર્યું છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા થયેલી તપાસ અને મેડીસ્ટાર હોસ્પિટલ ઉપર લગાવેલા તમામ આક્ષેપો પાયાવીહોણા હોવાનું સંચાલક જણાવી રહ્યા છે. હોસ્પિટલના સંચાલક અડધી રાત્રે થયેલી તપાસ સહિત રાજ્ય સરકારે બ્લેકલિસ્ટ કર્યા સાથોસાથ 14 લાખના દંડનીય પગલા સામે ગાંધીનગર સુધી રજૂઆત કર્યાનું પણ નિવેદન આપી રહ્યા છે.

મૃત બાળકીની સારવાર અંગે જે કહેવામાં આવી રહ્યું છે તે બાબતે હું સહમત નથી. અમે બાળકીનો જે ડેસ્ક રિપોર્ટ સરકારને ઓનલાઈન સબમીટ કર્યો છે તે આશરે રાત્રે 12:30 વાગ્યાની આસપાસનો છે. અધિકારીઓ રાત્રે 1 વાગ્યાની આસપાસ તપાસ માટે આવ્યા હતા. તેમની હાજરીમાં જ અમે બાળકીના પરિવારજનોને મૃતદેહ સોંપ્યો હતો. આથી 12 કલાક સારવાર ચાલી હોવાની વાત કયા આધારે કહેવામાં આવી તે હું નથી જાણતો.-- નટુ પટેલ (સંચાલક, મેડીસ્ટાર હોસ્પિટલ)

વિવાદિત ભૂતકાળ :સાબરકાંઠા જિલ્લામાં 2012 થી શરૂ થયેલી મેડીસ્ટાર હોસ્પિટલ ભૂતકાળમાં પણ ગંદકી સહિત અયોગ્ય સારવાર મામલે વિવાદિત બની રહી છે. તેવા સમયે બોલિવૂડની હિન્દી ફિલ્મ Gabbar is Back જેવો કિસ્સો સામે આવ્યો છે. હોસ્પિટલના સંચાલકોએ સમગ્ર મામલે રાજ્ય સરકારની તપાસ સમિતિ દ્વારા લેખિત રજૂઆત તેમજ દંડનીય કાર્યવાહીની સાથોસાથ સમગ્ર હોસ્પિટલને બ્લેકલિસ્ટ કર્યા બાદ હજુ પણ ડોક્ટરો સહિત પરિવારજનોનું નિવેદન મહત્વનું માની રહ્યા છે.

ટોક ઓફ ધ ટાઉન કિસ્સો : જોકે, હિંમતનગરની મેડીસ્ટાર હોસ્પિટલમાં મૃત બાકીના સારવારનો મામલો સમગ્ર જિલ્લામાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. ત્યારે આક્ષેપ પ્રતિઆક્ષેપ વચ્ચે આગામી સમયમાં આખરી સત્ય શું એ તો તપાસ બાદ જ જાણી શકાશે. પરંતુ હાલમાં મેડીસ્ટાર હોસ્પિટલની સેવાઓ સામે સવાલ ઊભો થયો છે તે નક્કી છે.

  1. Treatment of Dead Girl: હિંમતનગરમાં મૃત બાળકીની 12 કલાક સુધી સારવાર કરી, સરકારે હોસ્પિટલને PMJAY કાર્ડમાંથી બ્લેકલિસ્ટ કરી
  2. PMJAY Card In Gujarat : કાર્ડની મર્યાદા 10 લાખ કરાઈ, 16 મે 2023ના રોજ ETVએ રજૂ કર્યો હતો અહેવાલ, 11 જુલાઈથી લાગુ

ABOUT THE AUTHOR

...view details