સાબરકાંઠાઃ વૈશ્વિક મહામારી કોરોના સામે લડવા માટે સાબરકાંઠા જિલ્લા કલેક્ટર દ્વારા ફરજિયાત માસ્ક અંતર્ગત એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. તેમજ આ જાહેરનામાના ભંગ બદલ દંડનીય રકમની પણ જોગવાઇ કરવામાં આવી છે.
સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસના પગલે લાખો લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. તેમજ દોઢ લાખથી વધારે લોકોના મોત થઇ ચુક્યા છે, ત્યારે ભારત તેમજ ગુજરાત સાબરકાંઠા જિલ્લામાં પણ કોરોના વાઇરસની આગળ વધતો અટકાવવા માટે સાબરકાંઠા જિલ્લા કલેક્ટર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ છે. જે અંતર્ગત તારીખ 20 એપ્રિલથી 3 મે સુધી જાહેર જગ્યાઓ પર ફરજિયાત માસ્ક તેમજ રૂમાલ રાખવાની જાહેરાત કરાઇ છે.