સાબરકાંઠા :સાબરકાંઠા સહિત સમગ્ર દેશમાં છેલ્લા કેટલાક સમયથી ચોરી ચીલ ઝડપ તેમજ ઉઠાંતરી ગેંગનો તરખાટ વધ્યો હતો, ત્યારે તાજેતરમાં ખેડબ્રહ્માની બેંકમાં અચાનક અજાણી મહિલાઓ દ્વારા ચીલઝડપની ઘટના પ્રકાશમાં આવતા ખેડબ્રહ્મા સહિત સાબરકાંઠા જિલ્લા પોલીસે આ મામલે ગંભીરતાથી તપાસ હાથ ધરી હતી. જોકે ગુજરાત સહિત ભારતના કેટલાય રાજ્યોમાં તરખાટ મચાવતી મધ્યપ્રદેશની કડિયા સાસી ગેંગની ઝડપી લેવામાં ખેડબ્રહ્મા પોલીસને સફળતા મળી છે. ખેડબ્રહ્મા પોલીસે બાત વિના આધારે પાંચ લાખથી વધારેના મુદ્દામાલ સાથે 11 આરોપીને ઝડપી આંતરરાજ્ય ગેંગને જેલના સળિયા પાછળ ધકેલી છે.
ખેડબ્રહ્માની SBI બેન્કમાં ચીલ ઝડપસાબરકાંઠા સહિત ગુજરાત તેમજ કેટલાય રાજ્યોમાં છેલ્લા કેટલાક સમયથી બેંક, પાર્ટી પ્લોટ તેમજ રિસોર્ટમાં મહિલાઓ સહિતનો ઉપયોગ કરી ચીલ ઝડપ અને તફળંચીની કેટલીય ઘટનાઓ પ્રકાશમાં આવી હતી. જોકે તાજેતરમાં ખેડબ્રહ્માની SBI બેન્કમાં અજાણી મહિલા દ્વારા બે લાખથી વધારેની રકમની ચીલ ઝડપ થતાં ખેડબ્રહ્મા સહિત સાબરકાંઠા જિલ્લા પોલીસે આ મામલે સર્વિલન્સ સહિત બાતમીદારોને એલર્ટ કર્યા હતા. પોલીસની તપાસના ધમધમાટ વચ્ચે અમદાવાદથી અંબાજી તરફ ખાનગી વાહનમાં જતા ચાર શખ્સોની બાતમી ખેડબ્રહ્મા પોલીસને મળી હતી.
11 જેટલા આરોપીઓ પોલીસે ખેડબ્રહ્મા બસ સ્ટેન્ડ વિસ્તારમાં વાહન ચેકિંગ દરમિયાન ચાર શખ્સોને ખાનગી વાહનો તરફ જતા શંકાસ્પદ હિલચાલના પગલે પોલીસે કોર્ડન કરી તમામને પૂછપરછ કરતા પગ તળેથી જમીન ખસી જાય તેવો ઘાટ સર્જાયો હતો. ગુજરાત સહિત દિલ્હી, હરિયાણા, મહારાષ્ટ્ર, કર્ણાટક તેમજ તેલંગાણા જેવા રાજ્યોમાં તરખાટ મચાવનારી ગેંગના ચાર આરોપીઓ ઝડપી લેવામાં ખેડબ્રહ્મા પોલીસને સફળતા મળી હતી. જોકે મધ્યપ્રદેશના રાયગઢ જિલ્લાના ચાર આરોપીઓ ઝડપાયા બાદ પોલીસે CCTV ફૂટેજ સહિત અન્ય સર્વેન્સ કામે લગાડતા આ મામલે દેશ કક્ષાની ગેંગનો પર્દાફાશ થયો હતો. તેમજ ખેડબ્રહ્મા પોલીસે આ મામલે 11 જેટલા આરોપીઓને ઝડપી લેવામાં સફળ બની હતી.