સાબરકાંઠા જિલ્લો ખેતી અને પશુપાલન સાથે જોડાયેલો છે. મોટા ભાગના લોકો માટે ખેતી એકમાત્ર આવકનો સ્ત્રોત છે. તો હવામાન વિભાગની આગાહી મુજબ 96 ટકાથી વધુ વરસાદની સંભાવના વ્યક્ત કરી હતી. જો કે ચોમાસાની સિઝનના પ્રથમ માસ વીતી જવા છતાં માત્ર 3 ટકા જેટલો વરસાદ થવાને પગલે ખેડૂતો માટે મોટું નુકસાન થવાની સંભાવનાઓ કરવામાં આવી રહી છે.
સાબરકાંઠામાં વરસાદ નહિવત, ખેડુતોને ભારે નુકશાનની ભીતી - SBR
સાબરકાંઠા: જિલ્લામાં વરસાદી સીઝનનો માત્ર ત્રણ ટકાથી ઓછો વરસાદ થવાના પગલે જગતનો તાત ગણાતો ખેડૂત વર્ગ ચિંતામાં મુકાઇ ગયો છે. અંદાજિત 18,000 હેક્ટરથી વધુમાં વાવેતર કર્યું છે. જો કે ટૂંક સમયમાં વરસાદ ન થાય તો ખેડૂતો માટે મોટું નુકસાન થાય તેવી સ્થિતિ છે.
એક તરફ ઓછો વરસાદ તો બીજી તરફ મોંઘાદાટ બિયારણ અને ખાતર થકી જો વરસાદ ન આવે તો ખેડૂત બેહાલ બની શકે તેવી પણ સંભાવના કરવામાં આવી રહી છે. ત્યારે હાલમાં ઓછા વરસાદના પગલે ખેડૂતો ચિંતાતુર છે. જો કે મેઘરાજાને રીઝવવા માટે કેટલી જગ્યાએ યજ્ઞ સહિત વિવિધ પૂજા થઈ રહી છે. ત્યારે વરસાદ માટે સ્થાનિક લોકો આવી ભગવાન ભરોસે બેઠા છે.
એક તરફ વરસાદની અછત તો બીજી તરફ બિયારણ દવા ખાતરના ખર્ચ ખેડૂત માટે નુકસાનીનો પાયો સાબિત થયું છે. ત્યારે આગામી સમયમાં જો વરસાદ નહીં આવે તો સાબરકાંઠા જિલ્લાના ખેડૂતો બેહાલ થાય તેવી પૂર્ણ સંભાવનાઓ છે.