ગુજરાત

gujarat

ETV Bharat / state

સાબરનો સાથ અને અરવલ્લીનો ઓર્ડર કોની સાથે રહેશે?, જુઓ વીડિયો

હિંમતનગર/મોડાસાઃ ગુલઝારીલાલ નંદાને બે વખત કાર્યકારી વડાપ્રધાન બનાવનાર સાબરકાંઠા-અરવલ્લી બેઠક ક્ષત્રિય મતો નિર્ણાયકથી બનતી હોય છે. એક સમયે કોંગ્રેસનો ગઢ ગણાતી આ બેઠકે સમય મુજબ પોતાનો મિજાજ બદલ્યો છે. અહીંના લોકોનો મિજાજ સત્તા સાથે ચાલવાનો રહ્યો છે. છેલ્લી બે ટર્મથી ભાજપ સાથે રહેલા મતદારો ઉમેદવારની કાર્ય ક્ષમતા અને સક્રિયતાને ધ્યાનમાં રાખીને મતદાન કરતા હોય છે. જેથી બંને પક્ષ માટે સમાન તકો રહી છે.

ડિઝાઈન ફોટો

By

Published : Apr 17, 2019, 12:22 PM IST

Updated : Apr 17, 2019, 1:21 PM IST

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના અંતરિયાળ ગામોમાં આજે પણ પાણીની સમસ્યા યથાવત છે. આ ઉપરાંત અરવલ્લી જિલ્લો કેટલાય સમયથી અલગ યુનિવર્સિટીની માંગ કરી રહ્યો છે. અહીં કેટલાય ગામોમાં નદીઓ ઉપર પુલ ન હોવાથી ચોમાસામાં ભારે હાલાકી ભોગવવી પડે છે. વર્તમાન સાંસદ દીપસિંહ રાઠોડ અગાઉ બે વખત ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. સંસદમાં તેમની સક્રિયતા અને મતવિસ્તારમાં હાજરી પણ નોંધપાત્ર રહી છે. આમ છતાં રેલવે અને ખાસ તો બનાસ નદી પર ડેમ બનાવવાના મુદ્દે તેઓ નિષ્ફળ રહ્યા હોવાની લાગણી સ્થાનિક સ્તરે પ્રવર્તે છે.

જાણો સાબરકાંઠા લોકસભા બેઠક વિશે

2014 દેશભરમાં મોદીલહેર હોવાથી ભાજપના નવા નિશાળીયા દીપસિંહ રાઠોડે ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાએ હરાવ્યાં હતાં, પરંતુ વિધાનસભાની ચૂંટણીમાં સાબર તારા વહેતા પાણીની જેમ ભાજપ પણ વહી ગઈ હતી અને 7 બેઠકોમાંથી ભાજપને માત્ર 3 મળી હતી. આ વિસ્તારમાં આદિવાસી, ક્ષત્રિય, પટેલ અને અનુસૂચિત જાતિના મતદારોનું પ્રભુત્વ રહેલું છે. લોકસભા ચૂંટણીમાં બંને પક્ષ ક્ષત્રિય ઉમેદવારને ઉતારે છે.

આ વખતે અનેક અટકળો પછી ભાજપે દીપસિંહ રાઠોડને રિપિટ કર્યાં છે, જ્યારે કોંગ્રેસ ક્ષત્રિય કાર્ડ ખેલતા રાજેન્દ્ર ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે. જેથી એક તરફ કોંગ્રેસ વિધાનસભાની જંગી લીડ પર આશા રાખીને બેસી છે, ત્યાં ભાજપ ફરીથી મોદીલહેર પર આશવાદી બની છે. હવે જોવાનું એ રહ્યું છે કે, સાબરનો સાથ અને અરવલ્લીનો ઓર્ડર કોની સાથે રહે છે એ તો આવનારો સમય જ બતાવશે.

Last Updated : Apr 17, 2019, 1:21 PM IST

ABOUT THE AUTHOR

...view details