ગુજરાત

gujarat

ETV Bharat / state

સાબરકાંઠામાં તીડ મામલે વહીવટી તંત્ર એક્શન મોડમાં, દવાનો છંટકાવ કરી તીડ પર કાબુ મેળવવા પ્રયાસ

આંતરરાષ્ટ્રીય સરહદેથી ગુડરાતમાં પ્રવેશેલા તીડ સાબરકાંઠાના ઇડર હિંમતનગરની સરહદ ઉપર લોકેશન મળતાં વહીવટી તંત્ર દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. તેમજ જિલ્લા કલેક્ટર સહિત તમામ અધિકારીઓ તીડ ઉપર કંટ્રોલ મેળવવા કામે લાગ્યા હતા.

Sabarkantha
સાબરકાંઠા

By

Published : Jun 15, 2020, 2:06 PM IST

સાબરકાંઠા: પાકિસ્તાનથી બનાસકાંઠા થઈ તીડ મહેસાણા બાદ સાબરકાંઠામાં પ્રવેશ્યા હતા. જેના પગલે તેમનું લોકેશન મેળવી લેવામાં આવ્યું હતું. તેમજ સોમવારથી વહેલી સવારથી જ તીડ ઉપર દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. વહીવટી તંત્ર દ્વારા અલગ અલગ ટીમ બનાવી ઇડર તાલુકાના અરોડા,જાદર, લાલપુર સહિતના ગામડાઓની સીમમાં તીડ ઉપર દવાનો છંટકાવ કરવામાં આવતા મોટાભાગના તીડ અલગ અલગ દિશાઓમાં ફંટાઈ ગયા હતા. જેમાંથી સૌથી મોટું ઝૂંડ વિજયનગર તરફની દિશામાં ફંટાઈ હતું. તેમજ બાકીના અન્ય ઝુંડ અરવલ્લી જિલ્લા તરફ ફંટાયા હતા.

સાબરકાંઠામાં તીડ મામલે વહીવટી તંત્ર એક્શન મોડમાં

જોકે, સાબરકાંઠા જિલ્લા સમાહર્તાએ જણાવ્યું હતું કે, હાલમાં કોઈપણ ખેડૂતને કોઈ પણ પ્રકારનું નુકસાન થઈ શકે તેમ નથી. તેમજ જિલ્લાના કોઈપણ પ્રજાજનોને ગભરાવાની જરૂરિયાત નથી. હાલમાં દવાના છંટકાવના પગે મોટાભાગના તીડ નાશ પામ્યા છે. તેમજ અલગ અલગ દિશાઓમાં તીડને પગલે ખેડૂતોના ખેતરમાં સામૂહિક પણે નુકસાન જાય તેવી સંભાવનાઓ ખુબ ઓછી છે. જોકે, ખેતરમાં બેઠેલા તીડને ઉડાડવા માટે સ્થાનિકોએ ઢોલ, નગારા સહિત વિવિધ વાસણોનો ઉપયોગ કરી અને ઉડાડયા હતા. તેમજ વહીવટી તંત્ર દ્વારા પણ આ મામલે વર્તમાન સમયે ગંભીરતા દાખવવામાં આવી છે. આગામી સમયમાં સાબરકાંઠા જિલ્લા સહિત આસપાસના વિસ્તારોમાં કેટલું નુકસાન કરશે, તે તો આગામી સમય જ બતાવશે.

સાબરકાંઠામાં તીડ મામલે વહીવટી તંત્ર એક્શન મોડમાં

ABOUT THE AUTHOR

...view details