ગુજરાત

gujarat

ETV Bharat / state

સાબરકાંઠાના કાણિયોલ ગામમાં લોકડાઉન જાહેર - corona positive case

સાબરકાંઠા જિલ્લામાં વધતા કોરોના સંક્રમણને અટકાવવા માટે હવે ગામડાઓ સ્વંયભુ બંધ પાળી રહ્યા છે.હિંમતનગર નું કાણીયોલ ગામ આજથી સાત દિવસ માટે સ્વયંભુ સજ્જડ બંધ રહેશે.માત્ર સવાર સાંજ બે કલાક આવશ્યક ચીજ વસ્તુની દુકાનો રહશે શરૂ રહેશે.

સાબરકાંઠાના કાણિયોલ ગામમાં લોકડાઉન જાહેર
સાબરકાંઠાના કાણિયોલ ગામમાં લોકડાઉન જાહેર

By

Published : Apr 4, 2021, 8:45 AM IST

Updated : Apr 4, 2021, 1:58 PM IST

  • સાબરકાંઠાના કાણીયોલ ગામે લોકડાઉન જાહેર કર્યું
  • કોરોના મહામારી વધતાં લેવાયો નિર્ણય
  • આસપાસના ગામડા માટે બન્યું પથદર્શક

સાબરકાંઠા: સમગ્ર રાજ્યમાં કોરોના સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે. ત્યારે એને અટકાવવા માટે લોકો સ્વંયભૂ લોકડાઉન કરી રહ્યા છે. અત્યાર સુધીમાં સાબરકાંઠા જિલ્લામાં 5,000 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાઇ ચૂક્યા છે. ત્યારે વધતા સંક્રમણને અટકાવવા માટે ગામડાઓ સ્વયંભૂ બંધ પાળવા તરફ આગળ આવ્યા છે. જિલ્લાના મુખ્યમથક હિંમતનગરના કાણીયોલ ગામમાં વધતા કોરોના સંક્રમણને અટકાવવા માટે ગામને સાત દિવસ સ્વયંભૂ બંધ રાખવાનો ગ્રામજનોએ નિર્ણય કર્યો છે.

સંક્રમણ વધે નહીં એ માટે ગ્રામજનો 7 દિવસ સ્વંયભૂ સજ્જડ બંધ પાળ્યું

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના કાણીયોલ ગામમાં આશરે 2,200 જેટલા લોકો વસવાટ કરી રહ્યા છે. ગામમાં વસતા ગ્રામજનો મુખ્યત્વે ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલા છે. ત્યારે ગામમાં કોરોના કેસ પોઝિટિવ આવ્યા છે અને કોરોના સંક્રમણ વધે નહીં એ માટે ગ્રામજનોએ 7 દિવસ ગામ સ્વંયભૂ સજ્જડ બંધ પાળ્યું છે. ગામમાં આવેલી તમામ દુકાનો પણ બંધ રહેશે અને આવશયક ચીજ-વસ્તુની દુકાન સવાર સાંજ બે કલાક શરૂ રહેશે ત્યારબાદ તમામ દુકાનો પણ બંધ રાખવાનો નિર્ણય ગ્રામજનોએ કર્યો છે. ત્યારે આજે રવિવારથી અમલ થયેલા સ્વંયભૂ બંધનું ચૂસ્તપણે અમલ જોવા મળી રહ્યો છે.

કોરોના વધતા જિલ્લામાં પ્રથમ લોકડાઉન

સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાંક સમયથી દિન-પ્રતિદિન વધતા જતા કોરોના સંક્રમણને રોકવા માટે જિલ્લામાં હિંમતનગરના કાણીયોલ ગામે સૌપ્રથમ આંશિક લોકડાઉન જાહેર કર્યું છે. જે અંતર્ગત ગામમાં સવાર-સાંજ બે કલાક સુધી જ બજારો ખુલશે. ત્યારબાદ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરીને કોરોનાના વધતા સંક્રમણને રોકવા પ્રયાસ કરાયો છે.

આ પણ વાંચો:વધતા કોરોના સંક્રમણને લીધે નાયબ મુખ્યપ્રધાન વડોદરા દોડી આવ્યા

કોરોનાનું સંક્રમણ અટકાવવા લોક ડાઉન જરૂરી

વહીવટી તંત્ર દ્વારા સમયાંતરે લોકડાઉન ખુલ્યા બાદ ફરી એકવાર કોરોના સંક્રમણ ભયંકર રીતે આગળ વધી રહ્યું છે ત્યારે કોરોના મહામારીને રોકવા માટે છેવાડાના વ્યકતિને પણ સાથે રાખી એકબીજાના સ્પર્શ અને જાહેરમાં યોજાતા મેળાઓ દૂર કરી સેનેટાઈઝર અને માસ્કનો ઉપયોગ કરવામાં આવે તો કોરોના સંક્રમણ દૂર કરવા માટે લોકડાઉન જરૂરી બન્યું છે.

આ પણ વાંચો:ભરૂચમાં સેકન્ડ વેવમાં કોરોના બન્યો વધુ ઘાતક, છેલ્લા 19 દિવસમાં કોરોનાનાં કુલ 349 કેસ નોંધાયા

Last Updated : Apr 4, 2021, 1:58 PM IST

ABOUT THE AUTHOR

...view details