- સાબરકાંઠામાં 18થી 44 વર્ષના લોકોની વેક્સિન માટે લાગી લાઈન
- 3,400થી વધારે લોકોએ મેળવી રસી
- જિલ્લામાં તમામ તાલુકા મથકો ઉપર રસીકરણ યોજાયું
સાબરકાંઠા જિલ્લામાં પ્રથમ દિવસે જ વેક્સિન માટે લાગી લાઈનો - સાબરકાંઠાના તાજા સમાચાર
સાબરકાંઠામાં શુક્રવારે 18થી 44 વર્ષના લોકોને વેક્સિન આપવાની શરૂઆત થતા સવારથી જ લાઇનો લગાવી હતી. જે અંતર્ગત 18થી 44 વર્ષના 3,400થી વધારે લોકોએ પ્રથમ દિવસે જ રસી લીધી છે.
સાબરકાંઠા: વૈશ્વિક મહામારી બની ચુકેલા કોરોના વાઇરસ મામલે હવે દિન-પ્રતિદિન છેવાડાના વ્યક્તિઓમાં જાગૃતતા આવી રહી છે. જો કે, કેન્દ્ર સરકાર દ્વારા 18 વર્ષથી 44 વર્ષ સુધીના લોકોને શુક્રવારથી કોરોના વેક્સિન આપવાની શરૂઆત કરતા પ્રથમ દિવસે જ સાબરકાંઠા જિલ્લામાં 3,400થી વધારે લોકો કોરોના વેક્સિનથી સુરક્ષિત બન્યા છે. આ સાથે 45 વર્ષથી વધુ વય ધરાવનારા 1,700થી વધારે લાભાર્થીઓએ 5 વાગ્યા સુધી સાબરકાંઠા જિલ્લાના તમામ 8 તાલુકા મથકોએ આવેલા સામૂહિક આરોગ્ય કેન્દ્ર તેમજ નક્કી કરાયેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપરથી કોરોના વેક્સિન મેળવી ચૂક્યા છે. જો કે, હજુ જિલ્લામાં કોરોના વેક્સિન મામલે કેટલાક વિસ્તારોમાં વિવિધ પ્રાંતવાદ જોવા મળી રહ્યું છે, ત્યારે આગામી સમયમાં સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા જાગૃતતા લાવવાની સાથો સાથ રસીકરણ મામલે સાચી વિગતો છેવાડાના વ્યક્તિ સુધી પહોંચી તે જરૂરી બની રહે છે.