સાબરકાંઠા: સામાન્ય રીતે ગુજરાત સરકારમાં 58 વર્ષ સુધી સરકારી નોકરી કરી પેન્શન મેળવી જીવન ગુજારો કરનારા કેટલાય લોકો છે. જો કે, સાબરકાંઠાના વિજયનગરના ગાડી વાંકડા ગામના રહેવાસી ગેમાજી નીનામા હાલના તબક્કે 95 વર્ષની ઉંમર (Sabarkatha 95 Year old person) ધરાવે છે. આ ઉંમરે પણ તોઓ પોતાનુ સંપૂર્ણ કામ જાતે જ કરે છે. આમ સમગ્ર પરિવાર માટે ફળદાયી વડલો બની રહ્યા છે. આઝાદી પહેલા 1927માં જન્મેલા ગેમાજીએ 1947 બાદ નોકરીની શરૂઆત કરી. જો કે, 1960માં મેડિકલ રજા ઉપર આવ્યા બાદ 1964માં VRS લઈ આજદિવસ સુધી (gujarat biggest pension person) પેન્શન મેળવી રહ્યા છે.
યુવાનોને શરમાવે તેવા 'બાપા', બન્યા સૌથી વધુ લાંબા સમયથી પેન્શન લેનારા વ્યક્તિ 22થી વધારે લોકોનો પરિવાર:અમદાવાદના શાહીબાગ પોલીસ મથકે પોલીસ જવાન તરીકે નોકરી કરનારા ગેમાજી નિનામા હાલના તબક્કે પણ ખેતરમાં કામ કરવાથી લઈ પરિવારને દિશા સૂચન કરતા આવ્યા છે. 22થી વધારે લોકોનો પરિવાર ધરાવતા ગેમાજી નીનામા (Sabarkatha gemaji ninama) સમગ્ર વિસ્તારમાં નામચીન વ્યક્તિ બની ચૂક્યા છે. તેમજ શરીર સૌષ્ઠવ જાળવવામાં પણ તેમને મહારથ હાંસલ કર્યો હોય તેમ કોઈપણ પ્રકારની બીમારી વિના આજે પણ તેઓ અડીખમ છે. સાથો સાથ દીકરાના વંશ વેલા સાથે આજે પણ ગેમાજી નિનામા પરિવાર માટે મહત્વની કડી બની રહ્યા છે. જોકે પરિવારજનોના કહેવા મુજબ તેમની ઉંમર 115 વર્ષથી પણ વધારે હોવા ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા નિયમિત પેન્શન આપતા હોવાથી સમગ્ર પરિવાર માટે જાણે આટલી ઉંમરે હુંફ આપનાર તટસ્થ વડલો બની રહયા છે.
95 વર્ષ ની વયે યુવાનોને શરમાવે તેવી શશકિત અને ઓછી નોકરી વધુ પેંશન ધરાવનાર આ પણ વાંચો:લોકસાહિત્યકાર યોગેશ બોક્ષા જાહેર કાર્યક્રમમાં ભાન ભૂલ્યા, એવુ તે શું બોલી ગયા કે નોંધાઇ ફરિયાદ
આજની તારીખે સમાજ જીવનમાં સૌથી મોટો પ્રશ્ન વિભક્ત કુટુંબ પ્રથા બની ચૂક્યો છે. તેમજ રાજ્યમાં કેટલાયે વૃદ્ધાશ્રમ ખુલી ચુક્યા છે, ત્યારે ગેમાજી નિનામાનો પરિવાર આજની તારીખે પણ સંયુક્ત કુટુંબની પરિભાષા બની ચૂક્યો છે. તેમના મતે સંયુક્ત કુટુંબથી સુખ અને શાંતિ સંભવ બની શકે છે. મોટાભાગે પરિવારોમાં વડીલોનું સ્થાન તિરસ્કૃત બનવા તરફ જઈ રહ્યું છે, ત્યારે આ પરિવાર માટે ગેમાજીનુ સ્થાન કઈક વિશેષ છે. પુત્રના પુત્ર તેમજ પૌત્રીઓ પોતાના દાદાને ગૌરવરૂપ ગણાવે છે. 95 વર્ષથી વધુની ઉંમર હોવા છતાં હાલના તબક્કે ગેમાજી સંયુક્ત કુટુંબ અંતર્ગત અન્ય વડીલો માટે પણ ઉદાહરણરૂપ બની રહ્યા છે.
યુવાનોને શરમાવે તેવા 'બાપા', બન્યા સૌથી વધુ લાંબા સમયથી પેન્શન લેનારા વ્યક્તિ આ પણ વાંચો:વેબ સિરીઝના આ ડાયરેકટર પોસ્ટ કરીને ફસાયા, જો કે અમિત શાહની પોસ્ટ માટે જ કરવાનો હતો ગૂનો
જોકે આજની તારીખે સૌથી વધુ ઉંમર હોવાની સાથોસાથ સશક્ત બની રહેલા ગેમાજી નીનામા સમગ્ર વિસ્તાર માટે પણ જાણીતું નામ બની રહેલા છે. આઝાદી પહેલાથી આજ દિવસ સુધી વિવિધ અનુભવોનું ભાથું ધરાવનાર સ્થાનિક વિસ્તારનો કોઈ પણ વ્યક્તિ ગેમાજી નીનામાના નામથી અજાણ નથી. આઝાદી બાદ પોલીસ કર્મીની નોકરી મેળવી 1964માં તેઓ નિયમિત રૂપે પેન્શન મેળવી રહ્યા છે. પોતાના ચાર દીકરાઓ પૈકી એક દીકરાને ભારતીય ફોજમાં વતનની રક્ષા કાજે મોકલ્યો હતો. જો કે, 25 વર્ષ અગાઉ મણિપુરમાં સ્થાનિક ઉગ્રવાદીઓ સાથેની લડાઈમાં તેમનું મૃત્યુ થયુ હતું. જે દિવસે તેમનો મૃતદેહ વતનમાં લવાયું એ દિવસે જ પુત્રરત્નની પ્રાપ્તિ થઈ હતી. જે આજના દિવસે પણ પોતાના પિતા તેમજ દાદા માટે વિશેષ હૂંફ ધરાવે છે. તેમજ કુટુંબ પરિવાર માટે પણ ગેમાજી નિનામા આદર્શ સ્વરૂપ બની રહ્યા છે.
યુવાનોને શરમાવે તેવા 'બાપા', બન્યા સૌથી વધુ લાંબા સમયથી પેન્શન લેનારા વ્યક્તિ 95 વર્ષની જૈફ વયે પણ ખેતીકામ: સામાન્ય રીતે આજની તારીખે યુવા વર્ગ માટે શતાયુ જીવન જીવવું એ પરિકલ્પના બની રહી છે, ત્યારે ગોમાજી નિનામા 95 વર્ષની જૈફ વયે પણ ખેતીકામ કરી ચીલો ચિતરી રહ્યા છે. સાથો-સાથ રાજ્ય સરકાર દ્વારા અપાતા પેન્શનના પગલે પોતાના પરિવારને પણ સમૃદ્ધ કરી રહ્યા છે. નિવૃત્ત થયેલા જવાન અંતર્ગત તેમની કાર્યશૈલી અને સ્થાનિક કક્ષાએ બિરદાવવામાં આવે તો ગુજરાતના તમામ પેન્શનરો સહિત યુવાનો માટે પણ ગેમાજી નિનામા આદર્શરૂપ બની શકે તેમ છે.
યુવાનોને શરમાવે તેવા 'બાપા', બન્યા સૌથી વધુ લાંબા સમયથી પેન્શન લેનારા વ્યક્તિ કેવી રીતે પેન્શન શરુ થયું?
ગેમાજીને પોલીસની નોકરી દરમિયાન શારીરિક મુશ્કેલી ઉભી થઇ હતી અને આ બીમારી તેમને બે ત્રણ મહિના ચાલી હતી. તે દરમિયાન પોલીસ વિભાગમાં VRSની સ્કીમ આવી અને તેમણે VRS સ્વીકાર્યું હતું. આમ 1964થી પેન્શન શરુ થયું હતું. આજે 2022ની સાલમાં પેન્શન મેળવવામાં 58 વર્ષ પૂર્ણ થયા છે. આમ સૌથી વધુ લાંબા સમય સુધી પેન્શન મેળવનાર બન્યા છે. આજે તેમની 95 વર્ષની ઉમર છે પણ બિનસત્તાવાર રીતે તેઓ 115 વર્ષના છે. તેમની મોટી દીકરી 82 વર્ષની છે.