સાબરકાંઠા: સાબરકાંઠાના હિંમતનગરમાં કોરોના વાઈરસ સામે જંગ લડી રહેલા સ્થાનિકો માટે અશોકભાઈ પટેલ નામના સેવાભાવી વ્યક્તિએ કોરોના કીટ બનાવી તમામ લોકોને નિઃશુલ્ક આપી કોરોના યોદ્ધા તરીકે કામ કરી રહ્યાં છે. જેના પગલે વહીવટી તંત્રને પણ આવા વ્યક્તિઓ માટે માન સન્માન છે
સાબરકાંઠાના હિંમતનગરમાં વિશિષ્ટ સેવા બજાવતા અશોકભાઈ પર વહીવટી તંત્રને પણ માન - સાબરકાંઠા કોરોના અપડેટ
સાબરકાંઠાના હિંમતનગરમાં કોરોના વાઈરસ સામે જંગ લડી રહેલા સ્થાનિકો માટે અશોકભાઈ પટેલ નામના સેવાભાવી વ્યક્તિએ કીટ બનાવી તમામ લોકોને નિઃશુલ્ક આપી કોરોના યોદ્ધા તરીકે કામ કરી રહ્યાં છે. જેના પગલે વહીવટી તંત્રને પણ આવા વ્યક્તિઓ માટે માન સન્માન છે
![સાબરકાંઠાના હિંમતનગરમાં વિશિષ્ટ સેવા બજાવતા અશોકભાઈ પર વહીવટી તંત્રને પણ માન food distribution kit in sabarkantha](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7409752-1007-7409752-1590840449512.jpg)
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના વતની મંડપ ડેકોરેશનના વ્યવસાય સાથે સંકળાયેલા અશોકભાઈ સથવારા જાણીતા સમાજસેવક છે. હાલ કોરોના મહામારીના સમયે તેઓ પોતાની ચિંતા કર્યા વગર જરુરિયાતમંદો સુધી કરિયાણાની કીટ પહોચાડવાની સેવા કરી રહ્યાં છે. હિંમતનગરના કોઇ પણ ખૂણામાં જરૂરિયાતમંદ સુધી પહોંચી તેની જીવનજરૂરિયાતની વસ્તુઓ પૂરી પાડવાની સાથે તેઓ હાલમાં કોરોના અંતર્ગત ફરજ બજાવી રહેલા પોલીસ કર્મીઓ માટે, બેંકો આગળ પૈસા લેવા માટે લાઇનમાં ઉભા રહેલા ગરીબો માટે તેઓએ પોતાના મંડપ લગાવ્યા છે. જેનો તેઓ કોઈ ચાર્જ લેતા નથી. પોલીસ જવાનો માટે બેસવા માટે ખુરશીની પણ વ્યવસ્થા કરી આપી છે.
આમ હાલમાં કોરોના મહામારી અને પહેલાના સમયમાં જરૂરિયાતમંદ લોકોને આરોગ્યના શણગારનુ કામ કરતા અશોકભાઇ અને તેમની ટીમ દ્વારા જિલ્લા વહીવટી તંત્રને તમામ પ્રકારની મદદ માટે તૈયારી બતાવવામાં આવી છે. આ સાથે લોકડાઉનની શરૂઆતમાં માસ્ક બનાવી રાહત દરે વિતરણ કર્યું હતું. આમ લોકોના પ્રસંગેને શણગારતા અશોક સથવારા દ્વારા લોકોના આરોગ્યનો શણગાર કરવામાં આવી રહ્યો છે. જો કે સમાજ જીવનમાં આવા વ્યક્તિઓ હોય તો ગમે તેવો જંગ જીતી શકાય તે નક્કી બાબત છે. તેમજ વહીવટી તંત્ર દ્વારા પણ આવા લોકોનું માન સન્માન થાય તે જરૂરી છે.