- હિંમતનગરમાં સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ નિમિત્તે યોજાઇ રેલી
- ભાજપ યુવા પ્રદેશ અધ્યક્ષનું નિવેદનઃ આજથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પ્રચારના શ્રીગણેશ
- દિલ્હીનું કિસાન આંદોલન લુપ્ત થતાં વિપક્ષ તેમ જ કોંગ્રેસની ચાલ
હિંમતનગરઃ આજે સમગ્ર વિશ્વમાં ભારતીય સંસ્કૃતિનો ડંકો વગાડનારા સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ છે. જેના પગલે ભાજપ યુવા પ્રદેશ અધ્યક્ષ ઋત્વિજ પટેલના અધ્યક્ષ સ્થાને યુવા રેલીનું આયોજન કરાયું હતું. જેમાં ઈટીવી સાથે વાત કરતા ઋત્વિજ પટેલે નિવેદન આપ્યું હતું કે, આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પ્રચારના આજથી શ્રીગણેશ કરાયા છે, સાથોસાથ દિલ્હીમાં ચાલી રહેલું આંદોલન એ લુપ્ત થતાં વિપક્ષ તેમજ કોંગ્રેસની ચાલ છે. કોરોના વેક્સિન આજથી ગુજરાતમાં આવશે, જે આગામી 16 તારીખથી કોરોના વોરિયર્સને આપવાની શરૂઆત કરાશે. જે આત્મનિર્ભર ભારતની કોરોના વ્યક્તિને પ્રથમ નિશાની બની છે.
- સાબરકાંઠામાં સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ નિમિત્તે રેલી
આજે સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ નિમિત્તે સાબરકાંઠાના હિંમતનગરમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ ઋત્વિજ પટેલની અધ્યક્ષતામાં એક બાઇક રેલીનું આયોજન કરાયું હતું. જેમાં મહાકાલી મંદિરથી મહેતાપુરા સ્વામી વિવેકાનંદ ચોક સુધી ડીજેના તાલ સાથે ભવ્ય બાઇક રેલી યોજાઇ હતી. જેમાં સોશિયલ ડિસ્ટન્સ તેમજ માસ્ક ની ગેરહાજરી જોવા મળી હતી.જોકે ડીજેના તાલ સાથે યોજાયેલી ભવ્ય બાઇક લઇને પગલી સમગ્ર શહેરનું ટ્રાફિક જામ પણ સર્જાયો હતો.
- ડીજેના તાલે યોજાઇ રેલી
જોકે સામાન્ય જનતા માટે સોશિયલ ડિસ્ટન્સ માસ્ક તેમજ મ્યુઝિક સિસ્ટમ ઉપર પ્રતિબંધની વાતો વચ્ચે સાબરકાંઠાના હિંમતનગરમાં ભાજપે યોજેલી રેલીમાં તમામ પ્રતિબંધ ફક્ત વાતો પુરવાર થયાં હતાં. રેલીની શરૂઆતથી લઈ અંત સુધી તમામ પ્રતિબંધની એસીતૈસીના દ્રશ્યો સર્જાયા હતાં શહેરમાં ભવ્ય બાઇક રેલીના પગલે ટ્રાફિક જામ પણ સર્જાયો હતો.
- લુપ્ત થતાં વિપક્ષ કોંગ્રેસની ચાલ