ગુજરાત

gujarat

ETV Bharat / state

સાબરકાંઠાના હિંમતનગર ખાતે જન આશીર્વાદ યાત્રામાં કિર્તીસિંહ વાઘેલા રહ્યા હાજર - નવા મંત્રીમંડળની રચના

સાબરકાંઠાના હિમતનગર ખાતે આજે જનઆશીર્વાદ યાત્રા અંતર્ગત ગુજરાત રાજ્યના રાજ્ય શિક્ષણપ્રધાન કિર્તીસિંહ વાઘેલા નું આગમન થયું હતું તેમજ આ પ્રસંગે સાબરકાંઠા જિલ્લા ભાજપના અગ્રણીઓ સહીત કાર્યકરો અને ટેકેદારો ખાસ હાજર રહ્યા હતા.

સાબરકાંઠાના હિંમતનગર ખાતે જન આશીર્વાદ યાત્રામાં કિર્તીસિંહ વાઘેલા રહ્યા હાજર
સાબરકાંઠાના હિંમતનગર ખાતે જન આશીર્વાદ યાત્રામાં કિર્તીસિંહ વાઘેલા રહ્યા હાજર

By

Published : Sep 30, 2021, 7:09 PM IST

  • સાબરકાંઠામાં જન આશીર્વાદ યાત્રા
  • નવા મંત્રીમંડળની રચના પછી જન આશીર્વાદ યાત્રાની શરૂઆત
  • યાત્રાને લઈને કાર્યકરો અને અગ્રણીઓમાં ઉત્સાહ

સાબરકાંઠાઃ આજે સાબરકાંઠામાં જન આશીર્વાદ યાત્રાના નીકાળવામાં આવી હતી. આ યાત્રાના આગમનમાં રાજ્ય શિક્ષણપ્રધાન કિર્તીસિંહ વાઘેલા સન્માનિત કરવામાં આવ્યા હતા. આ યાત્રા નો હેતુ છેક છેવાડાના વ્યક્તિ સુધી વિકાસ પહોંચાડવાનો છે. તેમજ આ જન આશીર્વાદ યાત્રાને લઈને કાર્યકરો અને અગ્રણીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.

જન આશીર્વાદ યાત્રાની શરૂઆત

ગુજરાત સરકારમાં નવા મંત્રીમંડળની રચના થયા પછી જન આશીર્વાદ યાત્રાની શરૂઆત થઈ છે. જે અંતર્ગત સાબરકાંઠામાં ગુજરાત રાજ્ય કક્ષાના શિક્ષણપ્રધાન કિર્તીસિંહ વાઘેલા ના અધ્યક્ષ સ્થાને જન આશીર્વાદ યાત્રા યોજાઇ હતી. જે અંતર્ગત કિર્તીસિંહ વાઘેલા હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં આવેલી ગાંધીજીની પ્રતિમાને ફુલહાર ચડાવ્યાં હતા. સ્થાનિક ટેકેદારો અને કાર્યકર્તાઓ સહિત ભાજપના સંગઠન તેમજ અન્ય લોકોને સરકારની વિકાસ લક્ષી યોજનાઓ છેવાડાના વ્યક્તિ સુધી પહોંચે તે માટે પ્રયત્નશીલ બનવા હાકલ કરી હતી.

જન આશીર્વાદ યાત્રા વિવિધ જગ્યાએથી શરૂ થઈ છે

સામાન્ય રીતે હાલના તબક્કે યોજાઇ રહેલી આ જન આશીર્વાદ યાત્રા વિવિધ જગ્યાએથી શરૂ થઈ છે. ત્યારે સાબરકાંઠાના હિમતનગર ખાતે આવેલી જન આશીર્વાદ યાત્રા અંતર્ગત ગુજરાત સરકારના રાજ્યકક્ષાના પ્રધાન કિર્તીસિંહ વાઘેલા સ્થાનિક જનતાને રાજ્ય સરકાર દ્વારા જન વિકાસ ની યોજનાઓમાં ભાગીદાર થવા હાકલ કરી હતી. તેમજ આગામી વિધાનસભાની ચૂંટણી માટે અત્યારથી જ પ્રયત્નશીલ બનવાં રજૂઆત કરી હતી. રાજ્યકક્ષાના શિક્ષણપ્રધાન એ જમીન ઉપર બેસીને જ લોકો સાથે વાતચિત કરી હતી. જન આશીર્વાદ યાત્રા અંતર્ગત સાબરકાંઠાના હિમતનગર ખાતે આવેલા રાજ્ય શિક્ષણ મંત્રી કિર્તીસિંહ વાઘેલા હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં આવેલા ગાંધીજીના પ્રતિમાને ફુલહાર ચડાવ્યાં પછી તેમના ચરણોમાં બેસી સ્થાનિક કાર્યકરો અને ટેકેદારો સાથે વાતચિત કરી હતી. તેમજ જીવનનું સાચું મુલ્ય સમજવાનો પ્રયાસ કર્યો હતો. જેના પગલે સ્થાનિક ભાજપના કાર્યકરો અને ટેકેદારોમાં પણ ગુજરાત સરકારના મંત્રીઓ પ્રત્યે સારો પ્રતિસાદ મળ્યો હતો.

આશીર્વાદ યાત્રાનો ઉદે્શ છેક છેવાળા લોકો સુધી વિકાસ પહોંચાડવાનો

આ જન આશીર્વાદ યાત્રાનો ઉદે્શ છેક છેવાળા લોકો સુધી વિકાસ પહોંચાડવાનો છે. આ વિકાસનો લાભ વધારેમાં વધારે લોકો સુધી પહોંચે તેવા ઉદેશ સાથે જન આશિર્વાદ યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. નેતાઓ લોકોની વચ્ચે જઈને લોકો સાથે વાત કરે છે. જોકે આજે યોજાયેલી જન આશીર્વાદ યાત્રા આગામી સમયમાં કેટલી સફળ થાય છે એ તો આવનાર સમય બતાવશે.

આ પણ વાંચોઃરાજકોટ-કનાલૂસ વચ્ચે ટ્રેનોનું ડબલિંગ

આ પણ વાંચોઃરાજ્યમાં પ્રવાસન ક્ષેત્રને વેગ આપવા માટે GSRTC 1 ઓક્ટોબરથી નવા એક્સપ્રેસ રૂટ શરૂ કરશે

ABOUT THE AUTHOR

...view details