ગુજરાત

gujarat

ETV Bharat / state

ધરોઈ જળાશય મામલો ગરમાયો, ખેડબ્રહ્માના પૂર્વ ધારાસભ્યએ આપ્યું આવેદનપત્ર - ETV BHARAT GUJARAT SABARKANTHA

ગુજરાતમાં આગામી સમયમાં સિંચાઈ સહિત પીવાના પાણીની સમસ્યા સર્જાય તેવી વીતી ઊભી થઈ છે. ત્યારે ખેડબ્રહ્માના પૂર્વ ધારાસભ્ય અશ્વિન કોટવારે સાબરકાંઠા જિલ્લા કલેક્ટરને (Sabarkantha District Collector) આવેદનપત્ર આપી તાત્કાલિક ધોરણે રાજસ્થાનમાં બની રહેલા બંને જળાશય ઉપર રોક લગાવવાની માગણી કરી હતી સાથોસાથ આગામી સમયમાં મામલે ઠોસ કાર્યવાહી ન થાય તો પ્રધાનમંત્રી સુધી પહોંચવા રજૂઆત કરી છે.

ધરોઈ જળાશય મામલો ગરમાયો, ખેડબ્રહ્માના પૂર્વ ધારાસભ્યએ આપ્યું આવેદનપત્ર
ધરોઈ જળાશય મામલો ગરમાયો, ખેડબ્રહ્માના પૂર્વ ધારાસભ્યએ આપ્યું આવેદનપત્ર

By

Published : Dec 28, 2022, 3:41 PM IST

ધરોઈ જળાશય મામલો ગરમાયો, ખેડબ્રહ્માના પૂર્વ ધારાસભ્યએ આપ્યું આવેદનપત્ર

ખેડબ્રહ્મમા:રાજસ્થાન સરકાર દ્વારા સાબરમતી તેમજ સહી નદી ઉપર ચકસારમાંડ્યા સહિત બુજા ડેમ બનાવવાની બજેટમાં રજૂઆત કરી હતી સાથોસાથ તેના માટે 2558 કરોડ જેટલી રકમની ફાળવણી કરી સ્થાનિક કક્ષાએ માપણીની શરૂઆત કરાઈ છે. ત્યારે હવે સાબરકાંઠા જિલ્લા કક્ષાએ આ મામલે રાજકારણ કરવામાં આવ્યું છે. આજે ખેડબ્રહ્માના પૂર્વ ધારાસભ્ય અશ્વિનભાઈ કોટવાલે સાબરકાંઠા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી આ મામલે આગામી સમયની ગંભીરતા જણાવી હતી.

આ પણ વાંચો: આંગણવાડીનું કામ વર્ષ વીતવા છતાં અપૂર્ણ, બાળકો મચ્છી માર્કેટમાં બેસવા મજબૂર

મોટી રજૂઆત કરી:આ સાથોસાથ સમગ્ર આદિવાસી સમાજને થનારા અન્યાય મામલે રજૂઆત કરી હતી જોકે વહીવટી તંત્ર દ્વારા આગામી સમયમાં આ મામલે ઠોસ પગલાં ન લેવાય તો દેશના પ્રધાનમંત્રી સુધી ધરોઈ જળાશય મામલો લઈ જવાની રજૂઆત કરી છે. જોકે સમગ્ર ઉત્તર ગુજરાત માં પીવાના પાણી સહિત સિંચાઈ માટે ધરોઈ યોજના એક માત્ર આધારભૂત સ્તંભ છે. રાજસ્થાનમાં બંને નદીઓ ઉપર જો જરાશય બનશે તો આગામી સમયમાં પાંચ જિલ્લાઓ સહિત હજારો હેક્ટર માટે પાણીની સમસ્યા સર્જાશે તે નક્કી છે ત્યારે જોવું રહે છે કે આગામી સમય માં કેવા પરિણામો નિર્માણ પામે છે.

ABOUT THE AUTHOR

...view details