સાબરકાંઠાઃ જિલ્લાના ખેડબ્રહ્મા 15 દિવસ અગાઉ એમ માધવલાલ નામની આંગડીયા પેઢીનો કિરણનાયક નામનો કર્મચારી પેઢીના કામકાજ અર્થે પૈસા લઈ જઈ રહ્યો હતો ત્યારે અજાણ્યા વ્યક્તિઓ એ કારમાંથી ઉતરી ફાયરિંગ તેમજ ચપ્પાનાં ઘા મારી પૈસાની બેગ લઈ ફરાર થઈ ગયા હતા. જેના પગલે આંગડિયા પેઢીના કર્મચારીનું ઘટના સ્થળે મોત થતાં જિલ્લામાં ખળભળાટ મચ્યો હતો. ત્યારબાદ પોલીસે આ મામલે કડક તપાસ હાથ ધરી હતી અને આરોપીની તપાસ માટે 20થી વધુ ટીમો કાર્યરત કરાઈ હતી. પરીણામે પંદર દિવસ બાદ સમગ્ર પોલીસને કારસ્તાનનો પર્દાફાશ કરવામાં સફળતા મળી છે. જેમાં પોલીસે એક આરોપીની સાત લાખથી વધારેના મુદ્દામાલ સાથે મોહમ્મદ અનીશ સોલંકી નામના આરોપીની અટકાયત કરાઇ છે.
આ સમગ્ર ઘટનાક્રમ માટે રેકી સહિતની આરોપીઓને ઘટના સ્થળે પહોંચાડવાના કામમાં ભાગીદાર હતો. સાથોસાથ આ આરોપીએ મુખ્ય આરોપીઓની વિગતો આપી સમગ્ર કારસ્તાનનો પર્દાફાશ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.