સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકથી અનરાધાર વરસાદ શરૂ છે. સાથે સાથ રાજસ્થાન તેમજ ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ખેડબ્રહ્મા ખેડવા ડેમના બે દરવાજા ખોલવામાં આવ્યા છે. હાલમાં 1500 ક્યુસેક પાણીની આવક સાથે 1500 ક્યુસેક પાણીની જાવક યથાવત રાખવામાં આવી છે. જોકે ખેડવા ડેમના બે દરવાજા ખોલાતા હરણાવ નદી બે કાંઠે વહી રહી છે.
સાબરકાંઠાઃ ખેડબ્રહ્માનો ખેડવા ડેમ ઓવરફ્લો, હરણાવ નદી બે કાંઠે - ખેડબ્રહ્મા ખેડવા ડેમ ઓવરફ્લો
રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે, ત્યારે સાબરકાંઠામાં બીજી તરફ ખેડબ્રહ્માના ખેડવા ડેમના બે દરવાજા ખોલાયા છે. જેના પગલે હાલમાં 1500 ક્યુસેક પાણીની આવક સામે 1500 ક્યુસેક પાણીની જાવક નોધાઇ રહી છે.
સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકથી વરસાદી માહોલ યથાવત છે. ત્યારે ખેડબ્રહ્માના ખેડવા ડેમના બે દરવાજા ખોલાયા છે. જેના પગલે હાલમાં 1500 ક્યુસેક પાણીની આવક સામે 1500 ક્યુસેક પાણીની જાવક નોધાઇ રહી છે. ખેરવા ડેમમાંથી પાણીની આવક યથાવત રહેવાના પગલી એક સાથે 15 દિવસે પાણીની જાવક કરાતા હરણાવ નદી બે કાંઠે વહી રહી છે.
જો કે ઉપરવાસમાં વરસાદ હજુ યથાવત રહેવાના પગલે આગામી સમયમાં ડેમના મુદ્દે બે દરવાજા ખુલે તેવી પણ સંભાવનાઓ દર્શાવવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારોના ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે. ભારે વરસાદ પડશે તો આગામી સમયમાં ખેડવા ડેમના ચાર દરવાજા ખોલવાની સંપૂર્ણ સંભાવના છે. વરસાદ યથાવત રહે તો ધરોઈ જળાશયમાં હરણાવ નદીથી જળસ્તર વધી શકે તેમ છે.