સાબરકાંઠાખેડબ્રહ્માથી 15 કીમી ગઢડા શામળાજીનું પ્રાચીન મંદિર આવેલું છે. શ્રી શામળાજીની દશાવતાર સાથેની ભવ્ય પ્રતિમા ગુજરાતના લોક સમુદાય માટે આ એક આસ્થાનું કેન્દ્ર માનવામાં આવે છે. ગઢડા શામળાજી તીર્થ સ્થાનની પૂર્વેમાં જગદંબામાં અંબાજીના બેસણા છે. આ વિસ્તારની આજુબાજુ પર્વત અને પશ્ચિમે સાબરમતી નદી કિનારો જે ધરોઈ ડેમનો નજારો શોભા વધારે છે. ચોમાસા પછી અહીંયા ધરોઈ જલગારમાં જળ નાનકડા સમુદ્રની જેમ હિલોળા લે છે. ધરોઈ જલગારના પણ ત્રિવેણી સંગમ રચાય છે. આજુબાજુ ખુલ્લી જગ્યા અનેરો વાતાવરણ જોવા મળે છે. હરણાવ, ધામણી, અને સાબરમતીના ત્રિવેણી સંગમ નજીક આ પવિત્ર સ્થાન જ્યાં ગામના પાદરે મંદિરની નજીક સુંદર તળાવો પર ફરવા લાયક જગ્યા જોવા મળે છે.
અદભૂત પ્રાકૃતિક સ્થળ ગઢડા શામળાજી ગામના પાદરે ગામની પૂર્વ દિશાની ટેકરી પર શામળીયા ભગવાનનું દિવ્ય અને અલૌકિક મૂર્તિ ધરાવતું શિખરબદ્ધ મંદિર આવેલું છે. તેની બાજુમાં આવેલો ધરોઈ ડેમ પૂરેપૂરો ભરેલો હોય ત્યારે આ મંદિર મીની બેટ દ્વારકા જેવું લાગે છે. દેવ ગદાધર શામળાજી ભગવાનની પૂરા કદની અદભુત શામળિયાની વિશાળકાય પ્રતિમા દેવ નિર્મિત હોય એવા ભાવ દર્શનાર્થીઓ અનુભવે છે.
પ્રતિમાની વિશેષતા ભગવાન વિષ્ણુના દશા અવતારોનું સુરેખ ચિત્રણ મૂર્તિ સ્વરૂપે કાળા આળસમાં વિશાળ પ્રતિમાની આસપાસ બન્ને બાજુ દર્શાવવામાં આવેલું છે. દા.ત. - મચ્છ, કચ્છપ, વરાહ, નૃસિંહ, વામન, પરશુરામ, રામચંદ્ર, કૃષ્ણ, બૌદ્ધ અને કલ્કિ એમ ભગવાન વિષ્ણુના દસ અવતારોને દર્શાવવામાં આવેલા છે. પાષદો સાથેની શ્યામ સુંદર કૃષ્ણની આવી પુરા કદની મૂર્તિ સમગ્ર દેશમાં અન્યત્ર ક્યાંય જોવા મળતી નથી. દસ અવતાર સાથે ઉપર બ્રહ્મા, વિષ્ણુ પ્રતિમા અને શિવને પણ કોતરેલા છે. સમગ્ર પ્રતિમાઓ શેષનાગના પાસની જેમ કંડારેલા જોઈ શકાય છે. ભગવાનની મૂર્તિને સન્મુખ ગરૂડની કાળા આરસમાં કંડારાયેલી અદભુત પ્રતિમાના દર્શન હૈયામાં અન્નન્ય ઉર્જાનો સંચાર કરે છે. બે હાથ જોડેલી અને ભગવાનના આદેશની જાણે રાહ જોતા હોય એમ ગરુડજી બે શક્તિશાળી પાંખો સાથે બિરાજમાન છે.
મંદિર પરિસરમાં ગરુડજીની ભવ્ય પ્રતિમા મંદિર પરિસરમાં પ્રવેશતા મંદિરના રક્ષક દેવતા મહાકાલ ભૈરવ દાદાનું મંદિર આવેલું છે. મંદિરના પ્રાંગણમાં પશ્ચિમ દિશામાં રતનસિંહનો પાળીઓ દ્રશ્યમાન થાય છે. ઇડરના ઇતિહાસમાં જણાવ્યા પ્રમાણે ઈડરના મહારાવ રાજા શ્રી રવિભાણ દ્વારા સંવત 1555માં આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવેલો છે. કેટલાક સંશોધકોના મતે આ મંદિર સોલંકી યુગનો માનવામાં આવે છે.
મંદિર અને ભગવાનની પ્રતિમા વિશે કથાપુરાતન કાળમાં પિંગલનાગ અને ગરુડનું આકાશમાં યુદ્ધ થયું હતું. તે સમયે પિંગલ નાગના મૃત્યુ સમયે ભગવાન વિષ્ણુએ આ નાગને દર્શન આપ્યા હતા. તે સમયે ભગવાન વિષ્ણુએ જે સ્વરૂપે બાગને દર્શન આપેલા તે સ્વરૂપ મૂર્તિ રૂપે ગઢડા શામળાજીમાં બિરાજમાન છે એવું કહેવાય છે. આમ આ મંદિર અતિ પ્રાચીન છે. ભગવાન શામળિયાની આ મૂર્તિ અંગે એક દંત કથા આ પ્રમાણે ઘણા વર્ષો પહેલા શામળાજી પરદેશમાં માનવ વસ્તી પ્રમાણમાં ઓછી હતી અને જંગલનું પ્રમાણ વિશેષ હતું. આ પ્રદેશમાં વનરાજી ફુલીફાલી હતી. જ્યાં એક ખેડૂત જંગલમાં લાકડા કાપવા ગયો હતો તો મોટો ખાખરો પલાસનું ફૂલોથી લચી પડેલું વૃક્ષ જોઈ એને કાપવા લાગ્યો વૃક્ષ અડધું કપાયું અને કુહાડાના ઘા માંથી લોહીની ધાર છૂટી.
મૂર્તિમાંથી રસી નીકળે ખેડૂતને અચરજ થયું. બીજા લોકોને ગામમાંથી બોલાવી લાવ્યો. સૌએ જોયું તો ખરેખર ઉષ્ણ લોહી હતું. ખાખરાના થડ પાસેથી ખોદવાનું શરૂ કર્યું. સૌને આશ્ચર્ય વચ્ચે ભગવાન શામળિયાની આ ભવ્ય અલૌકિક પ્રતિમા પ્રાપ્ત થઈ જે પ્રતિમાનુ સ્થાપન ઉંચી ટેકરી ઉપર કરવામાં આવ્યું. એજ શામળાજી ભગવાન. કહેવાય છે કે અમુક સમયે ભગવાનના આ ઘા વાગેલાનું નિશાન હજી પણ મૂર્તિમાં દેખાય છે. તેમજ મૂર્તિમાંથી રસી (પરુ) નીકળે છે જે વખતે પાટો પણ બાંધવામાં આવે છે ત્યારે પણ એ દેખાય છે.