- ખેડબ્રહ્મા મંદિર ટ્રસ્ટ દ્વારા જગતજનની મા જગદંબાને સિંહાસન અપાયુ
- સાડા આઠ કિલો સોના સહિત 50 લાખથી વધારેનો થયો ખર્ચ
- ભક્તજનોમાં અનેરી ખુશીનો માહોલ
સાબરકાંઠા: મીની અંબાજી ગણાતા ખેડબ્રહ્મા માતાજી ટ્રસ્ટ દ્વારા છેલ્લા સિત્તેર વર્ષથી નિયમિતપણે અર્પણ થતા સોના થકી એક સિંહાસન બનાવવામાં આવ્યું હતું, જેને જગતજનની જગદંબા માટે અર્પિત કરાતા ગુરુ પુનમ નિમિત્તે આવેલા તમામ ભક્તજનોમાં ખુશી છવાઇ હતી. જોકે, 8.30 કિલોગ્રામથી વધારે વજનના સોનાથી મા જગદંબાનું સિંહાસન બનાવવા માટે 50 લાખ કરતાં વધારે કિંમત અર્પિત કરવામાં આવી છે. તેમજ માતાજીના ભંડારમાંથી નીકળેલી અને ખરીદેલી સોના-ચાંદીની પ્રતિમાઓથી હાલમાં મંદિરમાં સોનાના સિંહાસનથી શૃંગારમાં અભિવૃદ્ધિ થઈ છે.
આ પણ વાંચો- સિદ્ધિવિનાયકમાં 35 કિલો સોનાનું દાન, 14 કરોડનું દાન 'રામભરોસે'