સાબરકાંઠાના ઇડરમાં ઠાકોર સમાજ સંચાલિત કાર્યક્રમમાં આવેલા રાજ્યસભા સાંસદ જુગલજી ઠાકોર નિવેદન આપ્યું હતું. એલઆરડી મામલે વિવિધ વિરોધાભાસ વચ્ચે સુપ્રીમ કોર્ટની ગાઈડ લાઈન મુજબ આગળ વધવામાં આવશે. જો કે, સૌથી મોટી વાત એ છે કે, વર્ગ વિગ્રહ થકી રાજકારણ કરવું એ કોંગ્રેસની માનસિકતા રહેલી છે. ન્યાય પ્રણાલી અંતર્ગત તમામને સાથે રાખી નિર્ણય કરાશે.
સાબરકાંઠામાં LRD ભરતી પ્રક્રિયા મામલે સાંસદ જુગલજી ઠાકોરે આપ્યું નિવેદન... - સાબરકાંઠામાં LRD ભરતી પ્રક્રિયા મામલે સાંસદ જુગલજી ઠાકોરનું નિવેદન
સાબરકાંઠા: LRD ભરતી પ્રક્રિયા મામલે છેલ્લા કેટલાંક દિવસથી સત્યાગ્રહ છાવણીમાં બેઠેલી યુવતીઓ મુદ્દે હવે વિવિધ વિરોધાભાસી નિવેદનો વચ્ચે ગુજરાત રાજ્યસભા સાંસદ જુગલજી ઠાકોરે નિવેદન આપ્યું છે કે, વર્ગ વિગ્રહ કરાવવાનું કામ કોંગ્રેસનું છે. ભાજપ સરકાર સુપ્રીમ કોર્ટના નીતિ-નિયમ મુજબ સહયોગી રહેશે.
ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન દ્વારા અપાયેલા નિવેદન અંગે જણાવ્યું હતું કે, જરૂર પડે તેમની સાથે પણ વાતચીત કરીશું તેમજ LRD મામલે કોઇપણ વ્યક્તિને વિરોધાભાસ ન થાય તે માટે મુખ્યપ્રધાનને રજૂઆત કરવામાં આવી છે. આ અંગે ગુજરાતમાં કોઈને અન્યાય ન થાય તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવશે.
જો કે, વિવિધ જગ્યાએ વિરોધાભાસી નિવેદન અને આવેદનપત્રો અપાઈ રહ્યા છે. ત્યારે આગામી સમયમાં LRDનો મુદ્દો કેટલા અને કેવા પરિણામો તરફ દોરી જાય છે. એ તો સમય બતાવશે. પરંતુ હાલ પૂરતો વિવિધ વિરોધાભાસ વચ્ચે આગામી સમયમાં વધુ આંદોલનો થાય તેવી પૂર્ણ સંભાવનાઓ છે.