સાબરકાંઠા: સંઘે શક્તિ કલૌ યુગેની યુક્તિ અનુસાર ગામની યુક્તિ સાચી અને શ્રેષ્ઠ કામગીરીના આદર્શ ગામ તરીકે રાજ્ય સરકારથી લઇ કેન્દ્ર સરકાર સુધીના દસ કરતા વધારે એવોર્ડ મળ્યા હોય તે જાણીને વિચાર આવે કે ગામ માં એવા શું કામગીરી હશે કે આટલા બધા એવોર્ડ અને નામના પ્રાપ્ત થયા હોય. તમને માન્યામાં ન આવે તેવી ગામની વાત કરીએ તો વાત છે. ગુજરાત રાજ્યના સાબરકાંઠાના ઇડર તાલુકાથી માત્ર 17 કિલોમીટર અને હિમતનગરથી માત્ર 28 કિલોમીટર દૂર જેઠીપુરા ગામ. આ ગામમાં માત્ર 1300 ની વસ્તી ધરાવતું અતિ સુંદર આ ગામ ગામ લોકોની ભાગીદારી અને સમરસ ગામ તરીકે ખ્યાતનામ તેવી ગ્રામ પંચાયત આ ગામના સરપંચ 15 વર્ષથી લોકો ચૂંટાઈને નહિ પણ સિલેક્ટ કર્યા બાદ તેમને સરપંચ તરીકે જવાબદારી આપી છે.
ગામની ખાસિયત: આ ગામની અનોખી વ્યવસ્થાઓ છે. જેમાં ગામને એવોર્ડ સાથે નામના મળી હોય તો તે છે. સમરસ ગામ, તીર્થ ગામ, આદર્શ વીજળીકરણ, વાસ્મો પુરસ્કાર, પાવન ગામ, નિર્મળ ગામ, જ્યોતિ ગામ, ગોકુળિયું ગામ, નાનાજી દેશમુખ રાષ્ટ્રીય ગૌરવ ગ્રામ સભા પુરસ્કાર, દીનદયાલ ઉપાધ્યાય પંચાયત સશકિતકરણ પુરસ્કાર, જાણીતી પ્રખ્યાત ટેલિવિઝન પર આવતી કોમેડી ધારાવાહિક તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા તરફથી આપવામાં આવેલ સ્વચ્છતા અભિયાન પુસ્કાર મેળવ્યો હતો.
'મારા ગામમાં ક્યારેય ચુનાવ નથી રહ્યો સિલેકશન થયું છે. સ્માર્ટ ગામની વાત કરીએ તેવી વ્યવસ્થાઓ મારી ગામમાં છે. જેવી કે સીસીટીવી, પાણીની વ્યવસ્થા, ગટરલાઇન, આધુનિક લાઇબ્રેરી, હોસ્પિટલ, સ્ટ્રીટ લાઈટ, 100% ઘર સુધીના નળ કનેકશન તે પણ વોટર મીટર દ્વારા પાણી આપવામાં આવે છે. ગામના લોકો સ્વચ્છતા બાબતે જાગૃત છે. ગામમાં કોઈ પણ જગ્યાએ ગંદકી નહિ જોવા મળે. અમારી ગામની સ્કૂલને એ ગ્રેડ પ્રાપ્ત થયેલો છે. ગામને મોટા ત્રણ નેશનલ એવોર્ડ મળેલા છે. જેમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય પંચાયત સશકિતકરણ ના બે એવોર્ડ અને ત્રીજો નાનાજી દેશમુખ રાષ્ટ્રિય ગૌરવ ગ્રામસભા પુરસ્કાર એવોર્ડ તેમજ સ્વચ્છતા અંતર્ગત લોકપ્રિય ધારાવાહિક તારક મહેતાકા ઉલ્ટા ચશ્મા માં જવાનું નસીબ પ્રાપ્ત થયું અને તે થકી એવોર્ડ પણ પ્રાપ્ત થયો છે. અમારું ગામ સ્વચ્છતા બાબતમાં જાગૃત છે.'-ભટ્ટ અહેસાનઅલી, જેઠીપુરા ગામના સરપંચ
100% શૌચાલય ઉપયોગ કરતું ગામ: જેઠીપૂરા ગામ ઘરે ઘરે 100% શૌચાલય ઉપયોગ કરતું ગામ, ગામમાં સ્વચ્છ સાફ સફાઈ સાથેની ગટર લાઇન વ્યવસ્થા, ગમના દરેક લોકોનું બેંક ખાતું, ગામની દરેક ગલી અને મહોલ્લાઓમાં સ્ટ્રીટ લાઈટની વ્યવસ્થા સાથો સાથ 100% ઈએલસીબી. ગામમાં આરોગ્ય લગતી સેવાઓમાં ગામની જ લોકભાગીદારીથી ચાલતી હોસ્પિટલ જે માત્ર 50 રૂપિયામાં નિષ્ણાત તબીબની સારવાર દ્વારા કોઈપણ વ્યક્તિ લઈ શકે તેવી સુંદર અને સ્વચ્છ હોસ્પિટલ આવેલી છે.
કુપોષિત આંક ઝીરો:આ ગામમાં બાળક 100% કુપોષિત આંક ઝીરો છે. ગામમાં કોઈપણ જગ્યાએ દબાણ જોવા મળી શકશે નહિ. આ ગામ સીક્ષિત અને વ્યસનમુક્ત ગામ છે, ગામની દરેક રોડ રસ્તા સ્વચ્છ અને આરસીસી સાથે સાઈડ પેવર બ્લોક નાખવામાં આવ્યા છે. ગામને સીસીટીવીના દેખરેખ સાથે ગામના દરેક ઘર આગળ ઝાડ અને રસ્તાઓની બાજુમાં ઝાડ વાવેલા છે. 3200 કરતા વધારે ઝાડનું જતન પણ ગામની કમિટી દ્વારા કરવામાં આવ્યું છે તેથી આ ગામ ગ્રીનરી ગામ પણ કહી શકાય.