સાબરકાંઠા: સમગ્ર ઉત્તર ગુજરાતમાં સૌથી જૂની હારમાળા તરીકે અરવલ્લી ગિરિમાળાનું નામ લેવાય છે અને અરવલ્લીની ગિરિમાળાઓમાં હજારો વર્ષ જૂના પ્રાચીન અવશેષો પણ પ્રાપ્ત થયા છે. રવિવારે સાબરકાંઠાના ઈડર ગઢ નજીક આવેલા જૈન મંદિર પાસે આશરે 500 વર્ષ જૂની પ્રતિમા તેમજ ખંડિત મંદિરના અવશેષો મળી આવ્યા હતા. જેથી સ્થાનિક લોકોએ તાત્કાલિક ધોરણે કામ અટકાવ્યું હતું.
ઈડર ગઢ ઉપર જૈન અવશેષ મળી આવતાં જૈન સમાજમાં ખુશીનો માહોલ - ઈડરના તાજા સમાચાર
સાબરકાંઠાના ઈડર ગઢ પર સોમવારના રોજ નવીન આવાસાલય ખોદકામ દરમિયાન અંદાજીત 500 વર્ષ જૂની પ્રતિમા મળી આવતા સમગ્ર જૈન સમાજમાં ખુશીનો માહોલ સર્જાયો છે.
ઈડર ગઢ ઉપર જૈન અવશેષ મળી આવતાં જૈન સમાજમાં ખુશીનો માહોલ
અવશેષો અંગે જૈન સમાજના અગ્રણીઓને જાણ થતાં અગ્રણીઓ તાત્કાલિક ધોરણે ઈડર ગઢ પર પહોંચ્યા હતા. આ ઉપરાંત અગ્રણીઓ દ્વારા ખંડિત પ્રતિમા અને મંદિરના અવશેષોને યોગ્ય જગ્યાએ મૂકવામાં આવ્યા હતા.
આગામી સમયમાં આ પ્રતિમા કયા વર્ષની છે અને કેવા સંજોગોમાં રાખવામાં આવી હતી તે અંગે જાણકારી મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવશે.