સાબરકાંઠા: ગુજરાતના અમદાવાદમાં નરોડા ખાતે રહેતા એસટી પરિવહન વિભાગના અધિકારી દ્વારા સ્પેરપાર્ટની જરૂરિયાત ન હોવા છતાં ખૂબ મોટા જથ્થામાં સ્પેરપાર્ટ ખરીદી કૌભાંડ સામે આવ્યું હતું. જે મામલે વડોદરા તેમજ સુરત જિલ્લાના અધિકારીઓ દ્વારા સાબરકાંઠા જિલ્લા એસટી બસ વિભાગના અધિકારીઓ સામે તપાસ હાથ ધરાઇ છે.
સાબરકાંઠા જિલ્લામાં ગુજરાત રાજ્ય પરિવહન વિભાગના અધિકારી સામે કૌભાંડ મામલે તપાસ
સાબરકાંઠા જિલ્લાના એસટી વિભાગના અધિકારી સામે કૌભાંડ મામલે સુરત તેમજ વડોદરાના અધિકારીઓ દ્વારા હિંમતનગર ખાતે તપાસ હાથ ધરતા સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્રમાં આ મામલે ખળભળાટ સર્જાયો છે.
એસટી બસ પરિવહનમાં જરૂરિયાત ન હોય તેવા સ્પેરપાર્ટની ખૂબ મોટા જથ્થામાં ખરીદી કરાયાના પગલે તપાસ હિંમતનગર ખાતે શરૂ કરાઇ છે. જોકે મળતી માહિતી મુજબ 8 કરોડથી વધારેની રકમનો ચૂનો રાજ્ય સરકારને લાગી ચૂક્યો છે તેમજ આ મામલે રાજ્ય સરકારે અમદાવાદના અધિકારીની બદલી સાબરકાંઠા જિલ્લામાં કરી હોવાના પગલે સાબરકાંઠા એસટી બસ વિભાગની ઓફિસમાં તપાસ હાથ ધરી છે.
જોકે અચાનક તપાસનો ધમધમાટ શરૂ થયાના પગલે સાબરકાંઠા જિલ્લા એસટી વિભાગમાં પણ ભારે ખળભળાટ સર્જાયો છે. જોકે વિવિધ કૌભાંડોમાં સ્પેરપાર્ટનું કૌભાંડ પણ ખુલે તેવી પૂર્ણ આશંકાઓ છે.