- સાબરકાંઠામાં કોરોના વેક્સિનની શરૂઆત
- સાબરકાંઠા જિલ્લામાં આજે 500 વ્યક્તિઓને અપાશે વેક્સિન
- ડાયાબિટીસ, થાઇરોઇડ જેવી બીમારીમાં પણ વેક્સિન અસરકારક
સાબરકાંઠાઃકોરોનાને પગલે સમગ્ર વિશ્વમાં મહામારી ફેલાઈ છે, જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં એક સાથે 5 તાલુકા મથકથી 500થી વધુ વ્યક્તિઓને કોરોનાની રસી આપવામાં આવી રહી છે. મેડિકલ સ્ટાફ તરીકે વેક્સિન લેનારાઆરોગ્ય કર્મીઓની જણાવ્યું હતું કે, ડાયાબિટીસ, હાઈપરટેન્શન તેમજ થાઇરોઇડ જેવી બીમારી હોવા છતાં વ્યક્તિ લીધા બાદ કોઇ સમસ્યા સર્જાઈ નથી.
વેક્સિનનો પ્રથમ ડોઝ આરોગ્ય કર્મીઓને આપવામમાં આવશે
સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીએ કરોડો લોકો સંક્રમિત બન્યાં છે, ત્યારે એકમાત્ર આશા સમાન ગણાતા કોરોના વેક્સિનનો આજથી સમગ્ર દેશમાં પ્રારંભ થવા જઇ રહ્યો છે. ત્યારે સાબરકાંઠા જિલ્લામાં વિવિધ 5 જગ્યાએથી 500 જેટલા વ્યક્તિઓને કોરોના વેક્સિન આપવામાં આવી રહી છે, ત્યારે સાબરકાંઠા જિલ્લામાં આજથી શરૂ થયેલી વેક્સિનનો પ્રથમ ડોઝ આરોગ્ય કર્મીઓની અપાઇ રહ્યો છે, ત્યારે આગામી સમયમાં કોરોનાને હરાવવા માટે દરેક વ્યક્તિએ વેક્સિન લેવી જરૂરી છે. સાથો સાથએ હાલના તબક્કે વિવિધ વિરોધાભાસ વચ્ચે કોરોના વેક્સિન કોઈપણ પ્રકારે જોખમી નથી તેઓ આજે ડાયાબિટીસ, હાયપરટેન્શન તેમજ થાઇરોઇડ જેવી બીમારીઓથી પીડિત મેડિકલ ઓફિસરોએ કોરોના વેક્સિન લીધા બાદ પોતાનો પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, આ વેક્સિનથી કોઈ પણ પ્રકારની સમસ્યા સર્જાતી નથી તેમજ આગામી સમયમાં દરેક વ્યક્તિએ કોરોના વેક્સિન લેવી જરૂરી છે.