સાબરકાંઠા: હિંમતનગરની આદર્શ પ્રાથમિક શાળામાં(Adarsh Primary School, Himmatnagar) યોગની તાલીમ અને આયુષ મેગા કેમ્પનું(AYUSH Mega Camp) આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર વિશ્વમાં 21મી જૂનની આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે વિશ્વભરમાં ઉજવણી કરવામાં આવશે. તેના ઉપક્રમે હિંમતનગરની આદર્શ પ્રાથમિક શાળામાં પણ આ યોગ દિવસની ઉજવણી "Yoga for Humanity" – ‘ માનવતા માટે યોગ’ની થીમ પર કરવામાં આવશે.
યોગની તાલીમ અને આયુષ મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ પણ વાંચો:જૂનાગઢની માહી વાછાણીએ યોગમાં મેળવી વિશેષ તાલીમ, કઠિન આસન પણ કરે છે આરામથી
વિનામૂલ્યે આયુર્વેદિક અને હોમિયોપેથીક નિદાન અને સારવાર આયુષ મેગા કેમ્પનું આયોજન -જે સંદર્ભે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગર અને નિયામક, આયુષની કચેરી, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ જિલ્લા આયુર્વેદ અધિકારી, સાબરકાંઠા જિલ્લા પંચાયત, હિંમતનગર તથા રોટરી ક્લબ હિંમતનગરના સહયોગથી વિનામૂલ્યે આયુર્વેદિક અને હોમિયોપેથીક નિદાન અને સારવાર આયુષ મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
હિંમતનગર તથા રોટરી ક્લબ હિંમતનગરના સહયોગથી વિનામૂલ્યે આયુર્વેદિક અને હોમિયોપેથીક નિદાન અને સારવાર આયુષ મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. યોગ અને પ્રાણાયામનું સ્વાસ્થ્ય રક્ષામાં મહત્વ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું -કેમ્પમાં રોગ પ્રતિકાર શક્તિ વધારવા ડ્રાય ઉકાળો, સંશમની વટી અને હોમિયોપેથીક દવા વિતરણ તથા રોગ અનુસાર યોગ માર્ગદર્શન આપવામાં આવ્યું. જેમાં 200થી વધારે લાભાર્થીઓને લાભ લીધો હતો. તદુપરાંત આઠમા યોગ દિવસ 2022 નિમિત્તે “યોગ ફોર હ્યુમિનીટી” થીમ પર આદર્શ પ્રાથમિક શાળાના બાળકો તથા સ્ટાફને યોગાસન, પ્રાણાયામ કરવામાં આવ્યા તથા યોગ અને પ્રાણાયામનું સ્વાસ્થ્ય રક્ષામાં મહત્વ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં વૈદ્ય હિનલ એ. વરસાત, વૈદ્ય વિમલ ચૌહાણ, વૈદ્ય હેમલ સુથાર, ડો. અંકિતા મહીડા તથા ડો. હિતેન્દ્ર પટેલ દ્વારા તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: International Yoga Day - જાણો કોરોના મહામારી દરમિયાન ક્યા યોગ મદદરૂપ થઈ શકે છે ?
આ વર્ષે રાજ્ય સરકારે કુલ 75 જગ્યાએ આઇકોનિક જગ્યાએ યોગ કરીને તેની ડોક્યુમેન્ટ્રી તૈયાર કરવામાં આવી છે. જે વિશ્વની તમામ ભાષામાં તૈયાર કરીને પ્રચાર કરી યોગને દુનિયાના ખૂણે ખૂણે સુધી લઇ જવાના પ્રયત્નો કરવામાં આવશે. દુનિયાની તમામ ભાષામાં યોગની ડોક્યુમેન્ટ્રી તૈયાર કરવામાં આવી -ગુજરાતના જુદા જુદા સ્થળો પર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની(International Yoga Day 2022) ઉજવણી કરવામાં આવશે. જો વધુમાં વાત કરવામાં આવે તો આ વર્ષે રાજ્ય સરકારે કુલ 75 જગ્યાએ આઇકોનિક જગ્યાએ યોગ કરીને તેની ડોક્યુમેન્ટ્રી તૈયાર કરવામાં આવી છે. જે વિશ્વની તમામ ભાષામાં તૈયાર કરીને પ્રચાર કરી યોગને દુનિયાના ખૂણે ખૂણે સુધી લઇ જવાના પ્રયત્નો કરવામાં આવશે. આ સાથે ગુજરાત યોગ બોર્ડના ચેરમેન શિશપાલ રાજપુતે ETV ભારત સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા 21મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. ત્યારે ગુજરાતની યોગની કામગીરી સમગ્ર વિશ્વમાં પહોંચે અને વિશ્વના તમામ લોકો ગુજરાતને અનુકરણ કરે તેને ધ્યાનમાં લઈને જ દેશ અને દુનિયાની તમામ ભાષામાં યોગની ડોક્યુમેન્ટ્રી(State Government made Yoga Documentary) તૈયાર કરવામાં આવી રહી છે.