હિંમતનગર: તાલુકાના સાકરોડીયામાં એક અનોખી રીતે લગ્ન કરવામાં આવ્યાં છે. જેમાં વર છે જર્મનીનો અને કન્યા છે રશિયાની જ્યારે જાનૈયા છે ગુજરાતી. બે અલગ અલગ દેશના લોકોએ આજે સોમવારનાભારતીય ધાર્મિક વિધિ-વિધાનોથી (Indian Rituals) લગ્નના તાંતણે જોડાયા છે. મૂળ જર્મનીના બિઝનેસમેનના પુત્ર ક્રીશ મુલર અને રશિયાની શિક્ષક જુલિયા ઉખવાકટીનાને ભારતના આધ્યાત્મથી આકર્ષેલા અને આ જ અધ્યાત્મ આજે તેમનાં મંગલ પરિણયમાં પરિણમ્યું અને તેમની હિંદુ વિધિથી લગ્ન (Marriage according to Hindu rites) કરવાની ઇચ્છા પણ થઇ ફળીભૂત. અહી એમને પીઠી પણ ચોળાઈ લગ્ન ગીત પણ ગવાયા અને કન્યાદાન પણ દેવાયું હતું.
જુલિયા અને ક્રીશ બંને અધ્યાત્ત્મની શોધમાં નીકળ્યાં હતાં
જુલિયા અને ક્રીશ બંને અધ્યાત્ત્મની શોધમાં છે અને તેઓ દાદા ભગવાનથી આકર્ષાયેલા છે. આ આકર્ષણ તેમને સાકરોડીયા ગામમાં ખેંચી લાવ્યું અને તેમના મિત્રને હિંદુ ધાર્મિક વિધિથી લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને તુરંતજ કંકુના કરવામાં આવ્યાં હતાં. તાત્કાલિક કંકોત્રીઓ છપાઈ તેમજ કન્યા અને વર પક્ષનું સ્થાન એમના મિત્રના પરિવારજનોએ લીધું હતું અને લગ્ન સારી રીતે સંપન્ન થયા હતાં. નવદંપતીએ સંસ્કૃતિનાં ભર પેટ વખાણ કર્યા હતાં.
સ્થાનિકો ઉમટયા લગ્ન જોવા
ભારતીય સંસ્કૃતિ (Indian culture) પ્રમાણે લગ્ન થતા હોય, ત્યારે મોટાભાગે વર કન્યાના પરિવારજનો મોટી સંખ્યામાં હાજર રહેતા હોય છે તેમજ લગ્નની મજા માણતા હોય છે. જોકે વિદેશી નવવધુને પણ જોવા આસપાસથી મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને લોકોને હાજર જોઈને વિદેશી યુગલ પણ રોમાંચિત થઇ ઉઠ્યું હતું.