ગુજરાત

gujarat

By

Published : May 9, 2020, 8:58 PM IST

ETV Bharat / state

સાબરકાંઠામાં કોરોનાનો કહેર યથાવત, વધુ ત્રણ કેસ નોંધાયા, એકનું મોત

સાબરકાંઠા જિલ્લામાં કોરોના સંક્ર્મણના નવા ત્રણ કેસ સામે આવ્યા હતા. પ્રાંતિજ તાલુકામાં કોરોના પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલા ત્રણ લોકોના કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેથી જિલ્લામાં કોરોના વાઇરસ પોઝિટિવ કેસની સંખ્યા 17 નોંધાઇ છે.

સાબરકાંઠામાં કોરોનાનો કહેર યથાવત્ વધુ ત્રણ કેસ નોંધાયા, એકનું મોત
સાબરકાંઠામાં કોરોનાનો કહેર યથાવત્ વધુ ત્રણ કેસ નોંધાયા, એકનું મોત

સાબરકાંઠાઃ જિલ્લામાં કોરોના સંક્ર્મણના નવા ત્રણ કેસ સામે આવતા હવે જિલ્લામાં કોરોના વાઇરસના 27 કેસ નોંધાયા છે. તેમ જ બે વ્યક્તિઓના મોત થયા છે. જેમાં પ્રાંતિજ તાલુકાના સાંપડના કોરોના પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલા ત્રણ લોકોના કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યા છે.

કોરોના પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલા અન્ય લોકોના રીપોર્ટ પણ પોઝિટિવ આવ્યા હતા. જેમાં 60 વર્ષિય તેમજ 70 વર્ષિય મહિલા અને 50 વર્ષિય પુરૂષ મળી ત્રણ લોકોના રીપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. જેના પગલે કોરોના પોઝિટિવનો આંક 17 પર પહોચ્યો છે.

અત્યાર સુધી સાબરકાંઠા જિલ્લામાં કોરોનાના 16 દર્દી નોંધાયા છે. બે દર્દી સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે. તેમજ કોરોનાથી બે દર્દીનું અવસાન થયુ છે. આ સાથે 12 દર્દી સારવાર હેઠળ છે. જેમાં બે બાળકોનો સમાવેશ થાય છે. તેમજ એક મહીસાગરનો દર્દી છે જેઓ હિમતનગર હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહ્યા છે. જે અંતર્ગત સાબરકાંઠામાં કુલ 17 કોરોનાના કેસ નોંધાયા છે.

ABOUT THE AUTHOR

...view details