- સાબરકાંઠામાં કોરોના વેક્સિનેશનને લઈને કરવામાં આવ્યું ડ્રાય રન
- ગુજરાત આરોગ્ય વિભાગના અગ્ર સચિવની પ્રાંતિજ ખાતે મુલાકાત
અચાનક મુલાકાત લેતા આરોગ્ય વિભાગ ના અધિકારીઓમાં દોડધામ
સાબરકાંઠાઃ જિલ્લાના તમામ તાલુકાઓમાં યોજાયેલા ડ્રાય રનમાં 600થી વધારે લોકોએ ભાગ લીધો હતો. સમગ્ર ભારતમાં કોરોના વેક્સિન હવે એકમાત્ર આશા બની છે ત્યારે આજે સાબરકાંઠામાં એક સાથે આઠ તાલુકાઓમાં 24થી વધારે જગ્યા પર ડ્રાય રનનું આયોજન કરાયું હતું, જેમાં 600થી વધારે લોકો ભાગીદાર બન્યા હતા. જોકે, ડ્રાય રંગમાં સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ગુજરાત સરકારના આરોગ્ય સચિવ જયંતિ રવિ સહિત જયપ્રકાશ શિવહરે અચાનક મુલાકાત કરી કોરોના વેક્સિન ડ્રાય રનની વિગત મેળવી હતી. સાથોસાથ કોરોના પોઝિટિવ મામલે સરકાર દ્વારા કરાયેલી વેક્સિનની વિગતો મેળવવાની સાથોસાથ કેટલીક ખૂબીઓ અને સૂચનાઓ આપી હતી.
સાબરકાંઠામાં છેવાડાના વ્યક્તિ સુધી પહોંચે તે માટેના વિવિધ પ્રયાસો હાથ ધરાયા હતા, જેમાં તમામ તાલુકા મથકોએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સામુહિક આરોગ્ય કેન્દ્ર તેમ જ તાલુકાની એક હાઈસ્કૂલમાં આ ડ્રાય રનનું આયોજન કરાયું હતું.